Vadodara : શિયાળાની ઋતુ હોવા છતાં પણ બેવડી ઋતુનો અહેસાસ થાય છે સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમીના કારણે વિસમ ઋતુઓના કારણે હવે દ્વિચક્રી વાહન ચાલકો તથા રાહદારીઓને 'મસી'નો ભારે ઉપદ્રવ સતાવી રહ્યો છે. વાહન ચાલકો અને રાહદારીઓની આંખમાં અને શરીર પર ચોંટી જતી હોય છે. કેટલીક વાર નાના-મોટા અકસ્માતો પણ મસીના કારણે સર્જાય છે.
આ ઉપરાંત મસીના વધતા પ્રમાણથી આરોગ્ય સંબંધિત જોખમ પણ ઊભા થાય છે, કારણ કે મસી વિવિધ ચેપ અને રોગ ફેલાવવાના વાહક બની શકે છે. શહેરવાસીઓ તરફથી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે કે વહેલી તકે ફોગિંગ, છંટકાવ અને મસી નાશક દવાઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે. ગટર સફાઈ, ઉભા પાણીનો નિકાલ અને નિયમિત મોનીટરિંગ કરવામાં આવે તો આ સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે. નાગરિકોની સુખાકારી અને સલામતી માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.


