Vadodara Winter Season : હિમાલય સહિત મનાલીમાં થયેલી બરફ વરસાની સીધી અસર વડોદરા પર થઈ છે. તાપમાનનો પારો 17.8થી સડસડાટ પાંચ ડિગ્રી ઘટીને આજે 12.8 ડીગ્રી થતા અને પવનની ગતિના કારણે સવારે ઠંડીનો ચમકારાનો અહેસાસ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, પતંગ ઉત્સવે વાસી ઉતરાયણના દિવસે ઠંડીનો પારો 10 ડિગ્રી થયો હતો. પરંતુ ત્યારબાદ ગરમીનો પારો સતત ઉંચે જઈ રહ્યો હતો. તા.22મીએ પારો 19 ડિગ્રીએ પહોંચી ગઈકાલે તા.23 મીએ 17.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. પરિણામે બપોરે ગરમીનો અહેસાસ થતો હતો. દરમિયાન હિમાલય અને મનાલી ખાતે બરફની સફેદ ચાદર પથરાઈ જતા તેની સીધી અસરનો અહેસાસ વડોદરામાં થયો હતો. જેથી તાપમાનનો પારો સડસડાટ પાંચ ડિગ્રી ઘટીને 12.8 સુધી પહોંચી જવાથી અને પવનની ગતિ પણ વધતા ફરી એકવાર ઠંડીનો અહેસાસ થયો હતો.


