Gujarat

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે

By GS TEAM
6 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરા પાલિકા તંત્રની દબાણ શાખા એક્શનમાં : માર્કેટ ચાર રસ્તાથી જયરત્ન બિલ્ડીંગ, અલકાપુરીથી પેવેલિયન સુધીના દબાણો હટાવાયા

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે

Vadodara Corporation : વડોદરા શહેરના ટ્રાફિકથી ધમધમતા અને ચહલ પહલવાળા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી જયરત્ન બિલ્ડિંગ, કમાટી બાગ કાલાઘોડાથી નવલખી અને અલકાપુરી આંબેડકર સર્કલથી સમગ્ર મેઇન રોડ પરથી ગેરકાયદે ખડકાયેલા લારી, ગલ્લા, પથારાના ટેબલ-ખુરશી પ્લાસ્ટિકની ક્રેટસ, સહિત છત્રીઓ કબજે કરીને દબાણ શાખાએ કુલ 4 ટ્રક જેટલો માલ સામાન કબજે લીધો હતો.

 પાલિકાની દબાણ શાખાએ આજે ખંડેરાવ માર્કેટથી જયરત્ન બિલ્ડીંગ સુધીના ગેરકાયદે દબાણો સહિત કમાટીબાગ-કાલાઘોડા સર્કલથી પેવેલિયન રોડ પર ઠીક ઠેકાણે થયેલા લારી ગલ્લા પથારાના દબાણો દૂર કરાવી ટેબલ ખુરશીઓને પથારા પર ગરમીથી બચવા રાખવામાં આવેલી છત્રીઓ મળીને બે ટ્રક જેટલો માલ સમાન કબજે કર્યો હતો. આવી જ રીતે શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી આંબેડકર સર્કલથી અલકાપુરી મેઇન રોડ સર્કિટ હાઉસ સુધીના દબાણોનો પણ સફાયો તંત્ર દ્વારા કરીને વધુ બેઠક મળી કુલ ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.