Get The App

વડોદરામાં ડોર ટુ ડોર ટેમ્પો પીધેલા ચાલકે બે વ્યક્તિને અડફેટે લઈ અન્ય ટેમ્પોને ટક્કર મારી

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ડોર ટુ ડોર ટેમ્પો પીધેલા ચાલકે બે વ્યક્તિને અડફેટે લઈ અન્ય ટેમ્પોને ટક્કર મારી 1 - image

Vadodara Accident : વડોદરા શહેરના હરણી-વારસિયા રીંગ રોડ પર મોડી રાત્રે પાલિકાના ડોર ટુ ડોર ટેમ્પોના ચાલકે નશામાં ચૂર થઈને રસ્તેથી પસાર થતાં બે વ્યક્તિને અડફેટે લઈ અન્ય વાહનને લઈ અન્ય વાહનને ટક્કર મારી હતી. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

 હરણી-વારસિયા રીંગરોડ પર કિશનવાડી ચાર રસ્તા નજીક પાલિકાના કચરાનું કલેક્શન કરતી ગાડીના ચાલકે નશામાં ચૂર થઈ અકસ્માત સર્જ્યો હતો. ઘટનાને કારણે એકત્ર થયેલા ટોળાએ ટેમ્પો ચાલકને ઢોલ ધપાટ કરીને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ જઈને ટેમ્પો ચાલકની અટકાયત કરી હતી. શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર કિશનવાડી પાસે ગઈ રાત્રે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી કરતા ટેમ્પો ચાલક રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે વાંકો ચૂકો ટેમ્પો ચલાવીને બેફામ બન્યો હતો. ટેમ્પો ચાલકે બે જણાને અડફેટે લેતા બંને વ્યક્તિને ઇજા થઈ હતી. પરિણામે એકત્ર થયેલા લોક ટોળાએ ટેમ્પો ચાલકને દબોચી પૂછપરછ કરી હતી. પરિણામે ટેમ્પો ચાલક મુન્ના ભુરા મેઢા (ઉ.29, હાલ રહે. મહાકાળી મંદિર સામે ઝૂંપડામાં, આરસીસી રોડ ગાજરાવાડી વડોદરા અને મૂળ રહે.એમપી) નશામાં ચૂર હોવાની જાણ થતા લોકોએ ટપલીદાવ કરીને મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. આ અંગેની જાણ થતા પાણીગેટ પોલીસે પૂરપાટ ઝડપે ચલાવતા ટેમ્પો ચાલક નશેબાજને ઝડપી ઇજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે દવાખાનામાં દાખલ કર્યા હતા. નશેબાજ ટેમ્પો ચાલકે નજીકમાં પડેલા અન્ય ટેમ્પોને પણ ટક્કર મારતા અકસ્માતની સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.