સ્ટેટ એગ્રીકલ્ચર બેંકમાં વડોદરા જિલ્લાએ સૌથી વધુથાપણ અને એકાઉન્ટનો રેકોર્ડ કર્યો
Vadodara : રાજ્યના સહકારી વિભાગની ખેતીવાડી બેન્કમાં વડોદરા જિલ્લાએ સૌથી વધુ સેવિંગ એકાઉન્ટ ખોલતા મુખ્યમંત્રીના હસ્તે વડોદરા જિલ્લા ખેતીવાડી બેંકને જુદા જુદા બે એવોર્ડ આપવામાં આવ્યા હતા.
ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્કની યોજાયેલી 73 મી એજીએમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ સેવિંગ એકાઉન્ટ 6,500 ખોલવા બદલ તેમજ સૌથી વધુ થાપણ 26.5 કરોડ કરવા બદલ મુખ્યમંત્રી દ્વારા વડોદરા જિલ્લા ખેતી બેંકના ડિરેક્ટર જીબી સોલંકીને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જુદા-જુદા બે એવોર્ડ આપવામાં આવ્યા હતા.
વડોદરા જિલ્લા ખેતીવાડી બેન્ક દ્વારા પહેલી વખત આ પ્રકારની કામગીરી કરવામાં આવી હોવાથી સન્માન કરવામાં આવ્યું હતું.