વડોદરા જિલ્લાના 8 તાલુકાઓમાં મોસમનો 50 ટકા વરસાદ વરસ્યો,18 માંથી 7 સિંચાઇ તળાવો ફુલ
૮ સિંચાઇ તળાવોમાં ૬૦ ટકાથી વધુ જળસંગ્રહ અને બાકીના ૩ માં ૪૦ ટકાથી વધુ પાણી ભરાયું
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૧૮ સિંચાઇ તળાવોમાં વરસાદને કારણે નવા પાણીની આવક થઇ છે અને ૭ તળાવો ફુલ થઇ ગયા છે.જ્યારે બાકીના તળાવોમાં હજી પાણીની જરૃરિયાત હોવાથી વરસાદની રાહ જોવાઇ રહી છે.
વડોદરા જિલ્લામાં નર્મદા યોજના કરતાં પહેલાં સિંચાઇ તળાવો કાર્યરત છે.જેનો વહીવટ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે.આ તળાવોમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે અને ઢોરો તેમજ ઘર વપરાશ માટે પણ પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
તા.૧લી ઓગષ્ટ સુધી મોસમનો કુલ ૫૦ ટકા જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે વડોદરા જિલ્લામાં કોઇ તાલુકામાં વધુ અને ક્યાંક ઓછો વરસાદ પડવાથી બધા સિંચાઇ તળાવો પુરેપુરા ભરાયા નથી.
૧૮ તળાવોમાંથી વાઘોડિયા તાલુકાના નવી જાંબુવાઇ,સાવલી તાલુકાના મુવાલ, કરચીયા, જાવલા,મનોરપુરા,ધનોરા અને વડદલા તળાવ મળી કુલ ૭ તળાવોમાં સંગ્રહ શક્તિ મુજબનો પાણીનો જથ્થો ભરાઇ ગયો છે.જ્યારે,૮ તળાવોમાં ૬૦ ટકાથી વધુ પાણી ભરાઇ ગયું છે અને વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટિમ્બી,રવાલ અને સરવણ તળાવોમાં ૪૦ ટકા થી વધુ જથ્થો ભરાયો છે.
સિંચાઇ તળાવો આજે પણ ઉપયોગી, ૪૩૨૬ હેક્ટરની ખેતીમાં મદદ
ક્યા સિંચાઇ તળાવમાંથી કેટલા હેક્ટર ખેતી થાય છે તેની વિગત
વડોદરા જિલ્લામાં હજી પણ નાના ખેડૂતો દ્વારા સિંચાઇનાપાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને કુલ ૧૮ તળાવોમાંથી ૪૩૨૬ હેક્ટરથી વધુ જમીનને પાણી પહોંચાડવામાં આવે છે.જેની આંકડાકીય માહિતી આ મુજબ છે.
અનું.નં.સિંચાઇ તળાવ કુલ સંગ્રહ શક્તિ હાલનો સંગ્રહ ટકા કેટલા હેક્ટર સિંચાઇ
(MCFT) (MCFT)
વાઘોડિયા તાલુકો
(૧)શ્રીપોર ટિમ્બી ૧૨૮.૫૦ ૫૫.૧૦ ૪૨.૮૮ ૭૩૫
(૨)નવી જામ્બુવાઇ ૧૭.૮૧ ૧૭.૮૧ ૧૦૦ ૧૦૦
(૩)વેસણીયા ૧૬.૪૭ ૧૧.૫૦ ૬૯.૮૨ ૯૫
(૪)ડુંડેલાવ ૯.૨૯ ૫.૯૦ ૬૩.૫૧ ૫૮
(૫)ધારોલા ૩૨.૦૨ ૨૪.૫૫ ૭૬.૬૭ ૧૭૮
(૬)જરોદ ૧૫.૮૦ ૧૧.૭૦ ૭૪.૦૫ ૭૨
(૭)રવાલ ૧૫.૬૭ ૭.૨૦ ૪૫.૯૫ ૭૮
(૮)સરવણ ૧૫.૮૫ ૭.૮૦ ૪૯.૨૧ ૧૦૯
(૯)કોટંબી ૮.૮૯ ૫.૫૫ ૬૨.૪૩ ૪૪
સાવલી તાલુકો
(૧૦)મુવાલ ૧૩૧.૫૦ ૧૩૧.૫૦ ૧૦૦ ૫૪૧
(૧૧)જાવલા ૫૨.૫૦ ૫૨.૫૦ ૧૦૦ ૨૦૯
(૧૨)કરચીયા ૯૫.૯૫ ૯૫.૯૫ ૧૦૦ ૪૮૬
(૧૩)વડદરા ૮૦.૩૨ ૮૦.૩૨ ૧૦૦ ૪૦૫
(૧૪)હરીપુરા ૫૬.૦૦ ૩૮.૦૪ ૧૦૦ ૨૯૫
(૧૬)સુભેલાવ ૧૯.૯૮ ૧૪.૨૦ ૭૧.૦૭ ૧૧૬
(૧૭)ધનોરા ૧૨૬ ૧૨૬ ૧૦૦ ૩૮૪
ડેસર તાલુકો
(૧૮) સારસી ૩૨.૬૨ ૨૦ ૬૧.૩૧ ૧૬૨
કુલ ૯૧૬.૨૭ ૭૬૬.૭૨ - ૪૩૨૬