Get The App

વડોદરા જિલ્લા પંચાયતનું 39.52 કરોડનું પુરાંતવાળું બજેટ કારોબારીમાં મંજૂર

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા જિલ્લા પંચાયતનું 39.52 કરોડનું પુરાંતવાળું બજેટ કારોબારીમાં મંજૂર 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતનું વર્ષ-૨૦૨૬-૨૭ના પુરાંતવાળા બજેટને આજે કારોબારી સમિતિએ મંજૂરી આપી હતી.

વડોદરા જિલ્લા પંચાયતમાં સ્વભંડોળની આવકમાંથી જુદીજુદી યોજનાઓ હેઠળ રકમ ફાળવવામાં આવતી હોય છે.જેમાં આગામી નાણાંકીય વર્ષના બજેટમાં કેટલીક નવી યોજના સામેલ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે,આ વખતે પહેલીવાર ૪૨ કિલોથી ઓછું વજન ધરાવતી કુપોષિત સગર્ભા માટે રૃ.૭૦ લાખ ફાળવવામાં આવ્યા છે.જ્યારે,આંગણવાડીમાં સ્ટીલની કોઠીઓ સહિતના વાસણો માટે રૃ.૧.૧૪કરોડ,ગ્રામ્ય થી જિલ્લા પંચાયત સુધીના પદાધિકારીઓ માટે તાલીમ માટે રૃ.૧૯લાખ,હેલ્પ ડેસ્ક માટે ૩૦ લાખ,નવીન પંચાયત ઘર માટે ૧ કરોડ અને આંગણવાડી માટે ૨ કરોડ,રિનોવેશન માટે રૃ.૨ કરોડ તેમજ વિદ્યાર્થીઓ, ખેડૂતો, ગાંધી જયંતિ,બાબા સાહેબ આંબેડકર જયંતિ, દવાખાના વગેરે માટે રકમો ફાળવવામાં આવી છે.

હવે આ બજેટ સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલવામાં આવશે.