Gujarat

ખેલ મહાકુંભ માટે દરેક સ્કૂલને ફરજિયાત રજિસ્ટ્રેશનનો ડીઈઓ કચેરી દ્વારા આદેશ

By GS TEAM
10 Sep 20251 min read
ખેલ મહાકુંભ માટે દરેક સ્કૂલને ફરજિયાત રજિસ્ટ્રેશનનો ડીઈઓ કચેરી દ્વારા આદેશ

વડોદરાઃ ખેલ મહાકુંભ- ૨૦૨૨૫ની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.જેના ભાગરુપે વડોદરાની તમામ સ્કૂલોને વિદ્યાર્થીઓનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા માટે ડીઈઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

ખેલ મહાકુંભ માટે ની વેબસાઈટ પર સ્કૂલોએ તા.૨૯ ઓગસ્ટથી તા.૨૨ સપ્ટેમ્બર દમરિયાન રજિસ્ટ્રેશન કરાવવાનું છે.શાળા, ઝોન, મહાનગર પાલિકા અને રાજ્ય કક્ષા સુધી અલગ અલગ સ્તરે ૩૯ જેટલી રમતોને અલગ અલગ વયજૂથમાં સમાવવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે, અંડર- નાઈનથી લઈને અન્ડર ૧૭ અને ઓપન એજ એમ દરેક કેટેગરીમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.આ માટે તમામ સ્કૂલોને ડીઈઓ દ્વારા પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.

એક આચાર્યે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે,  ભાગ લેનારા વિદ્યાર્થીઓનો આંકડો કાગળ પર વધારે દેખાય તે માટેની આ કવાયત છે.રજિસ્ટ્રેશન મહત્તમ થવા જોઈએ.એ પછી સ્પર્ધાઓમાં વિદ્યાર્થી ભાગ લે કે નહીં તેની દરકાર ડીઈઓ કચેરી કે તંત્ર રાખતું પણ નથી.