Get The App

વડોદરામાં ડિલિવરી વર્કર તરીકે કામ કરનારાઓમાં 50% ડિગ્રીધારક, એક વિદ્યાર્થિનીનો સરવે

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ડિલિવરી વર્કર તરીકે કામ કરનારાઓમાં 50% ડિગ્રીધારક, એક વિદ્યાર્થિનીનો સરવે 1 - image


Worker Survey in Vadodara: હવે જમવાની વાનગીઓથી માંડીને અનાજ કરિયાણા સુધીની તમામ વસ્તુઓને ઘરે બેઠા ડિલિવર કરવા માટેની આગવી ઈન્ડસ્ટ્રી ઉભી થઈ ગઈ છે. જેમાં હજારો લોકો ડિલિવરી વર્કર્સ તરીકે કામ કરી રહ્યા છે.લોકોની ધારણાથી વિપરિત ડિલિવરીની નોકરી હવે ડિગ્રી ધારકો માટે પણ રોજગારનો સહારો બની રહી છે.

42 ટકા ભણવાનો ખર્ચ કાઢવા વઘુ કમાણી કરવા ડિલિવરીનું કામ કરે છે

એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીની એમબીએની વિદ્યાર્થિનીએ કરેલા એક સર્વેમાં બહાર આવ્યું છે કે, ફૂડ ડિલિવરી કરનારાઓ પૈકીના 50 ટકા સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે. જેનો સીધો અર્થ એ છે કે, રોજગારી માટે ભણેલા ગણેલા યુવાઓ પણ મોટા પાયે ડિલિવરીનું કામ કરી રહ્યા છે.

વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મેં અલગ અલગ કંપનીઓમાં કામ કરતા 52 વર્કર્સના ઈન્ટરવ્યૂ લીધા હતા અને તેમાંથી 49 લોકો 48 વર્ષથી નીચેની વયના હતા.મોટાભાગના છેલ્લા 1 વર્ષ કે તેના કરતા વધારે સમયથી આ કામ કરી રહ્યા હતા અને તેમાંથી 40 ટકા પાસે સ્નાતક કક્ષાની અને 9 પાસે અનુસ્નાતક કક્ષાની ડિગ્રી હતી.જ્યારે 21 ટકા લોકો ધો.12 કે તેનાથી ઓછું ભણેલા હતા.

તેણે ઉમેર્યું હતું કે 42 ટકા પાર્ટ ટાઈમ ધોરણે આ કામ કરતા હતા અને તેમાંથી ઘણાએ કોલેજમાં અભ્યાસનો ખર્ચ કાઢવા માટે તો કેટલાકે બીજી નોકરીની સાથે સાથે થોડી વધારી કમાણી થાય તે માટે ડિલિવરીનું કામ કરતા હોવાનું કહ્યું હતું. ડિલિવરી વર્કર્સ પૈકીના મોટાભાગનાએ આ ઈન્ડસ્ટ્રીમાં લધુતમ પગારના ધારા ધોરણ હોવા જોઈએ અને સરકારે તે કાર્યવાહી કરવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

- 77 ટકાએ કહ્યું કે, લધુતમ વેતનની ગેરંટી હોવી જોઈએ 

- કામના વધારે પડતા કલાકો, ઓછી આવક અને આંતરિક સ્પર્ધા સૌથી મોટા પડકારો 

- ડિલિવરી કરનારાઓને તેમના કામને લઈને અલગ અલગ સવાલો કરવામાં આવ્યા હતા.જેના જવાબોના આધારે સામે આવેલા તારણો નીચે પ્રમાણે છે.

- 73 ટકાએ કામના વધારે પડતા કલાકો, 62 ટકાએ ઓછી આવકને, 60 ટકાએ આંતરિક સ્પર્ધાને સૌથી મોટા પડકારો ગણાવ્યા હતા.

- 83 ટકાએ કહ્યું હતું કે, ડિલિવરીનું કામ કરનારાઓનું પણ યુનિયન હોવું જોઈએ.

- 77 ટકાએ કહ્યું હતું કે,  ડિલિવરીનું કામ હવે રોજગારીનું એક મોટુ સાધન બન્યું છે ત્યારે તેમાં લધુતમ વેતન પણ નક્કી થવું જોઈએ.

- 70 ટકાએ ડિલિવરી વર્કર્સનો કંપનીઓએ હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ તેમજ 75 ટકાએ પેમેન્ટમાં પારદર્શિતા હોવો જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

- 63 ટકાએ સ્વીકાર્યું હતું કે, આ કામમાં નોકરીની  સલામતીનો અનુભવ થાય છે.

- 31 ટકા વર્કર્સે કહ્યું હતું કે, કામના સમય પર અમારુ નિયંત્રણ નથી.ગમે ત્યારે ફરજ બજાવવી પડે છે.તો 37 ટકાએ થોડા ઘણા અંશે નિયંત્રણ હોવાનું કહ્યું હતું.

- 58 ટકાએ વર્ક પ્લેટફોર્મનો સપોર્ટ હોવાનું અને 21 ટકાએ સપોર્ટ નહીં હોવાનું જણાવ્યું હતું.11 ટકાએ કશું કહેવાનો ઈનકાર કર્યો હતો.


Tags :