Get The App

વડોદરાના પૂર્વ સાંસદની ગ્રાન્ટમાંથી ખરીદેલી વડોદરા દર્શન બસ સેવા બંધ હાલતમાં

Updated: Jan 22nd, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના પૂર્વ સાંસદની ગ્રાન્ટમાંથી ખરીદેલી વડોદરા દર્શન બસ સેવા બંધ હાલતમાં 1 - image


Vadodara Darshan Bus :  વડોદરા શહેરમાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો પ્રવાસન તરીકે નિહાળતા હોય છે ત્યારે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના અનુદાનમાંથી વડોદરા દર્શન નામની એસીવાળી બસ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

ત્યારે આ બસ માત્ર થોડા મહિનાઓ જ વડોદરા શહેરમાં દર્શન આપ્યા. ત્યારબાદ આ બસ ક્યાંક ખોવાઈ ગઈ સાથે જ વડોદરા શહેરમાં આવતા પ્રવાસીઓ આ બસ થકી વડોદરા દર્શન કરે તે હેતુસર પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરા કોર્પોરેશનને 2015/16 માં ભેટ સ્વરૂપે તેમજ જાળવણી રાખશે તે હેતુસર પોતાના અનુદાનમાંથી આપવામાં આવી હતી. પરંતુ હવે આ બસ કમાટીબાગના પાછળના ભાગમાં ધૂળ ખાઈ રહી છે અને ક્યાંક હવે આ વડોદરા દર્શન બસના જો દર્શન કરવા હોય તો ધૂળ ખાયેલી બસ કમાટીબાગની પાછળ પડેલી છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કોર્પોરેશન પર કટાક્ષ ભર્યા નિવેદનો આપ્યા હતા સાથે જ ક્યાંક કોર્પોરેશનએ ગોટાળો કર્યો હોય તેવા આક્ષેપો પણ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

Tags :