આવતીકાલે બ્લોકના કારણે વડોદરા - દાહોદ મેમુ ટ્રેન રદ રહેશે
Baroda: પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા - ગોધરા સેક્શનમાં ડેરોલ અને ખસાલીયા વચ્ચે રોડ ઓવર બ્રિજના બાંધકામ દરમ્યાન ગડર લોન્ચિંગની કામગીરી માટે બ્લોક લેવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે તા.24 ઓગષ્ટના રોજ બપોરે 1:40 થી સાંજે 4:40 સુધી અપડાઉન બંને લાઈન પર રેલ્વે બ્લોક રહેશે. આ બ્લોકના કારણે વડોદરા - દાહોદ મેમુ 24 ઓગસ્ટના રોજ આંશિક રીતે રદ રહેશે. આ માહિતીને ધ્યાનમાં રાખીને મુસાફરોએ તેમની મુસાફરીનું આયોજન કરવા વિનંતી કરી છે