Gujarat

તા.૨૦ જૂનથી ૧૨ જુલાઈ સુધી વડોદરા-દાહોદ મેમૂ અસ્થાયી રૂપે રદ

By GS TEAM
18 Jun 20251 min read
તા.૨૦ જૂનથી ૧૨ જુલાઈ સુધી વડોદરા-દાહોદ મેમૂ અસ્થાયી રૂપે રદ

પૂર્વ તટીય રેલવેના 24  જૂન, 2025 થી 10 જુલાઈ, 2025 સુધી આયોજિત કરવામાં આવી રહેલી રથયાત્રા દરમિયાન મુસાફરોની વધારાની સંખ્યાને સમાવવા માટે માંગ મુજબ મેમૂ રેક મોકલવાની યોજના છે. દાહોદ-વડોદરા વચ્ચે ચાલતી મેમૂ રેકને પૂર્વ તટીય રેલવેને  મોકલવાને કારણે લગભગ 23 દિવસ સુધી વડોદરા-દાહોદ-વડોદરા મેમૂ  રદ રહેશે. તા.20 જૂનથી 12 જુલાઈ સુધી  ટ્રેન નંબર 69233/69234 વડોદરા - દાહોદ - વડોદરા મેમૂ  રદ રહેશે.