વડોદરાના ભાયલીમાં શાકભાજીવાળા પાસે વ્યાજખોરની પઠાણી ઉઘરાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara :વડોદરાના ભાયલીમાં શાકભાજીના લારીધારકને પ્રતિદિન રૂા.200ના વ્યાજે રૂા.10 હજાર ઉછીના આપી પઠાણી વસૂલાત કરતા વ્યાજખોર સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
ભાયલીમાં રહેતા સતીષ પાટણવાડીયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ભાયલી ગેટ પાસે શાકભાજીની લારી ચલાવુ છું. ત્રણ મહિના પહેલા ઓપેરેશનના કારણે સારવારમાં ખર્ચ થયો હોવાથી ધંધા માટે માલ-સામાન ખરીદવાના નાણા ન હતા. જેથી વ્યાજની ડાયરીનો ધંધો કરતા ભરત સેકલેીયર (રહે.ભારત પેટ્રોલપંપ પાછળ, સોમા તળાવ) પાસે પૈસા બાબતે વાત કરી હતી. ભરતે બે મહિનાની મુદત માટે સતીષભાઈને વ્યાજે રૂા.10 હજાર આપ્યા હતાં. જે બાદ ભરત સતીષ પાસે રોજ રૂા.200ની વસૂલાત કરી ડાયરીમાં સહી કરાવતો હતો.
સતીષે વ્યાજ સહિત રૂા.12 હજાર ચુકવ્યા બાદ પણ ભરત પઠાણી ઉઘરાણી કરતો હતો. ધમકી આપી તે નાણા માંગતો હતો.








