વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે બાળકોને નોકરી રાખી બાળ મજુરી કરાવતા પ્લાસ્ટિક એજન્સીના સંચાલક સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા નજીક આવેલી અઝગરી પ્લાસ્ટિક એજન્સીમાં બે બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હોવાનું બહાર આવતાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ દરોડો પાડી બે બાળકોને મુક્ત કરાવ્યા હતા. એજન્સીના સંચાલક વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
ચોક્કસ માહિતીના આધારે AHTU ટીમે પોલીસ સાથે મળીને ગઈકાલે બપોરે 4 વાગ્યે અઝગરી પ્લાસ્ટિક એજન્સી ખાતે છાપો માર્યો હતો. તપાસ દરમ્યાન 15 વર્ષની ઉંમરના બે બાળકો ત્યાં કામ કરતા મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને બાળકો કારેલીબાગ વિસ્તારના કાસમઆલા કબ્રસ્તાન પાસે રહે છે અને સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પ્રતિદિન રૂ.350ના વેતનમાં કામ પર રાખવામાં આવ્યા હતા. બાળકો પાસેથી કામ કરાવવાની અને આર્થિક શોષણની ફરિયાદને લઈ પોલીસે દુકાનમાલિક મુબસ્સીર અલી ટીનવાલા (રહે—બહાર કોલોની, તાજ કોમ્પલેક્ષ નજીક, આજવા રોડ) વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ–2015ની કલમ 79 અનુસાર ગુનો નોંધ્યો છે.








