વડોદરા: ક્રાઇમ બ્રાન્ચના નવા ચાર યુનિટ કાર્યરત થશે
શહેરના વધતા વ્યાપને લઈને લેવાયો નિર્ણય
એક યુનિટમાં એક PSI અને દસ જવાનો તૈનાત રહેશે
વડોદરા,21 ફેબ્રુઆરી,2019
વડોદરા શહેરમાં ગુન્હેગારો પર અંકુશ મેળવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ક્રાઈમ બ્રાંચની ટીમને ચાર ઝોનમાં વહેચણી કરી નવી ચાર ઓફીસ શરુ કરવાનું આયોજન શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે સયાજી હોસ્પિટલ સામે આવેલી જૂની મહિલા પોલીસ મથકની ઓફિસે ક્રાઈમ બ્રાંચ યુનિટ વન ની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના વધતા વ્યાપ ને પહોચી વળવા માટે ક્રાઈમ બ્રાંચ ની ટીમ નું વિસ્તરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે વડોદરા શહેરમાં ક્રાઈમ બ્રાન્ચની મુખ્ય કચેરી સિવાય વડોદરા શહેરના ચારેય દિશામાં એક એક યુનિટ ની ઓફીસ કાર્યરત કરવામાં આવશે જેના ભાગ રૂપે આજે રાવપુરા વિસ્તારમાં યુનિટ વન ની ઓફિસનું પોલીસ કમિશનર ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એક યુનિટમાં એક PSI અને આઠ થી ૧૦ જવાનો નો સ્ટાફ ૨૪ કલાક ફરજ બજાવશે. જયારે બીજું યુનિટ હરણી પોલીસ ચોકી,ત્રીજું યુનિટ માણેજા પોલીસ ચોકી અને ચોથું યુનિટ ગોત્રી પોલીસ ચોકી માં કાર્યરત થશે. શહેરમાં વધતા ગુન્હાખોરી ને ડામવા માટે શહેર પોલીસે આ વિસ્તરણ કર્યું છે. જયારે PCB સ્કવોડ ને જૂની ન્યાય મંદિર વિસ્તારમાં ખસેડવામાં આવી છે.