Gujarat
10 લાખની ખંડણી માંગી 7 લાખ પડાવવાના ગુનામાં ફરાર ખંડણીખોર વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાયો
By GS TEAM
19 Jun 20251 min read
વડોદરા તરસાલી વિસ્તારમાં સાત લાખની ખંડણીના કેસમાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરા તરસાલી વિસ્તારમાં સાત લાખની ખંડણીના કેસમાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા તરસાલી વિસ્તારમાં સાત લાખની ખંડણીના કેસમાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
પેરેમાઉન્ટ કંપનીમાંથી ભંગારના સાધનોની ચોરી કરનાર વ્યક્તિ પાસે કેસ નહીં કરવા માટે 10 લાખની માગણી કરવામાં આવતી હતી. જે પેટે રૂ.7 લાખ પડાવી દેવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે જુન મહિનામાં ખંડણીનો ગુનો નોંધાયો હતો. જેમાં અશોક ચંદ્રપ્રકાશ દુબે (કલ્યાણ નગર, તરસાલી, આઈ.ટી.આઈ પાસે) નું નામ ખુલતા પોલીસ તેને શોધી રહી હતી. આરોપી રણોલી જીઆઇડીસી પાસે હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમને તેને ઝડપી પાડી માંજલપુર પોલીસને સોંપવા તજવીજ કરી છે.








