Get The App

ચેક રિટર્નના કેસમાં મહિલા આરોપીને કોર્ટે છ મહિનાની કેદની સજા ફટકારી

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
ચેક રિટર્નના કેસમાં મહિલા આરોપીને કોર્ટે છ મહિનાની કેદની સજા ફટકારી 1 - image


Vadodara Court : કેળાનો પાક ખરીદ્યા બાદ બાકીના રૂ.3 લાખના ચેક રિટર્ન મામલે કોર્ટે મહિલા આરોપીને કસૂરવાર ઠેરવી છ મહિનાની સાદી કેદની સજા ફટકારવા સાથે ફરિયાદીને વળતર પેટે ચેકની રકમ રૂ.3 લાખ એક મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. 

વડોદરાના છાણી ખાતે રહેતા મૃતક પરસોત્તમભાઈ બેચરભાઈ પટેલના વારસદારોની સાકરદા ખાતે રે. સર્વે નં.649 વાળી આશરે 10 વીઘા આવેલી છે. ગઈ સિઝનમાં તેઓની જમીન ઉપરથી લગભગ રૂ.9.38 લાખની કિંમતના કેળાનો પાક તૈયાર થતાં તે જયા લક્ષ્મણભાઈ પટેલ (ક્રિષ્ના એન્ડ કંપની પ્રોપરાઇટર)( રહે-છાણી, વડોદરા) રૂ.5.51 લાખ ટુકડે ટુકડે ચૂકવી લઈ ગયા હતા. અને રૂ.3.87 લાખની રકમ બાકી રાખી હતી. જે રકમની અનેક વખત માંગણી કરવા છતાં આજ દિન સુધી રકમ ચૂકવી ન હતી. અને તે રકમ પૈકીના ચેક રિટર્ન થતા જયા પટેલ વિરુદ્ધ ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ કેસ કર્યો હતો. ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એસ.એ.પરમારની દલીલો થઈ હતી કે, આરોપીએ આપેલ વિશ્વાસ મુજબ ફરિયાદીની લેણીની રકમ ના ચૂકવતા ફરિયાદીને ઘણું સહન કરવાનો વખત આવ્યો છે, ચેક દ્વારા થતા વ્યવહાર અંગે સમાજમાં વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી કડક સજા થવી જોઈએ. જ્યારે બચાવ પક્ષ તરફથી ધારાશાસ્ત્રી વી.એમ.રાવની દલીલો થઈ હતી કે, આરોપી સ્થાનિક રહેવાસી અને મહિલા છે, તેઓ ઉપર કુટુંબના ભરણપોષણની જવાબદારી છે, તે તમામ હકીકત ધ્યાને લેતા આરોપીને ઓછી સજા કરવા રજૂઆત છે. જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પ્રથમ કોર્ટ વડોદરા બકુલકુમાર મણીલાલ રાજએ નોંધ્યું હતું કે, ચેક રિટર્ન થતા બેન્કિંગ તથા અન્ય વ્યવસાયમાં ચેક દ્વારા થતા વ્યવહારોની વિશ્વસનીયતાને ગંભીર અસર થઈ છે, આરોપીએ ફરિયાદી પાસેથી કેળાનો માલ ખરીદી નાણા ફરિયાદીને ચૂકવી આપવાની બાહેધરી આપી ખાતામાં પૂરતા ભંડોળના અભાવે ચેક પરત ફરતા આરોપીએ આર્થિક ગુનો કર્યો છે.

Tags :