Gujarat

લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા

By GS TEAM
19 Jul 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરની આસપાસ હાઈવે ઉપર રાહદારીઓ તથા વાહનચાલકોને લૂંટી લેતી ટોળકીના પાંચ સાગરીતોની પોલીસે ધરપકડ કર્યા બાદ તે પૈકીના હાલ જ્યુડિ. કસ્ટડી હેઠળ જેલમાં રહેલ ધવલ ધનુભાઈ પગી (રહે-અંબિકા નગર, સમા/મૂળ રહે-લુણાવાડા, મહીસાગર)ના રેગ્યુલર જામીન અદાલતે ના મંજુર કરવાનો હુકમ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા

Vadodara Court : વડોદરા શહેરની આસપાસ હાઈવે ઉપર રાહદારીઓ તથા વાહનચાલકોને લૂંટી લેતી ટોળકીના પાંચ સાગરીતોની પોલીસે ધરપકડ કર્યા બાદ તે પૈકીના હાલ જ્યુડિ. કસ્ટડી હેઠળ જેલમાં રહેલ ધવલ ધનુભાઈ પગી (રહે-અંબિકા નગર, સમા/મૂળ રહે-લુણાવાડા, મહીસાગર)ના રેગ્યુલર જામીન અદાલતે ના મંજુર કરવાનો હુકમ કર્યો છે.

અત્રની સેશન્સ કોર્ટમાં જામીન અરજની સુનાવણી હાથ ધરાતા બચાવ પક્ષ તરફે ધારાશાસ્ત્રી વાય.એન.વાઘેલાની દલીલો થઈ હતી કે, અરજદાર આરોપીએ ફરિયાદમાં જણાવ્યા મુજબનો કોઈ ગુનો કર્યો નથી તે નિર્દોષ છે, જ્યારે સામા પક્ષે તપાસ કરનાર અમલદારનું સોગંદનામુ વંચાણે લેતા સરકાર તરફે ધારાશાસ્ત્રી એપીપી ડી.જે.નાળિયેરવાળાની દલીલો થઈ હતી કે, અરજદાર આરોપીની ગુનામાં પ્રથમ દર્શનીય સંડોવણી છે, આરોપી વિરુદ્ધ અન્ય બે ગુના નોંધાયેલ છે, આરોપીએ ગુનામાં મહત્વનો ભાગ ભજવેલ હોય ગુનાની તપાસ ચાલુ હોય આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી, તથા ફરીથી આવી પ્રવૃત્તિ આચરશે જેથી જામીન અરજી રદ કરવી જોઈએ. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ આઠમા એડિશનલ સેશન્સ જજ ડી.કે.સોનીએ નોંધ્યું હતું કે, આરોપી સામે અન્ય બે ગુના નોંધાયા હોવાનું ફલિત થાય છે, આ ગુનાની તપાસ ચાલુ છે, ગંભીર પ્રકારના ગુનાનો આક્ષેપ હોય આ હકીકતને ધ્યાને લઈ આરોપીને જામીનમુક્ત કરવા વ્યાજબી જણાય આવતું નથી. ઉલ્લેખનીય છે કે, ગઈ તા.9 જુલાઈના રોજ ફરિયાદી અભિષેક દત્તાત્રેય પોતાની ટ્રક લઈને જતા હતા તે સમયે એકટીવા સવાર ત્રણ શખ્સોએ ટ્રક ઉભી રખાવી તું એકસીડન્ટ કરકે ક્યુ ભાગા તેમ જણાવી ચાકુ બતાવી ફરિયાદી પાસેથી રોકડા રૂ.3800, મોબાઈલ ફોન તથા કંડકટર પાસેથી રોકડા રૂ.1 હજાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.14,800 ની લૂંટ ચલાવી હતી. જે અંગે છાણી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે પ્રતીક ચૌહાણ, સમીર ઠાકોર, મૌલિક પરમાર, શુભમ ચૌહાણ અને ધવલ પગીની ધરપકડ કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.