Gujarat

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના

By GS TEAM
25 Dec 20251 min read
TukuTouch Logo
આ યોજના માટે ફક્ત ઓનલાઈન ફોર્મ અને બેંક મારફતે જ નાણાં સ્વીકારાશે

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના

Vadodara Corporation : વડોદરા મ્યુ. કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસીંગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા આવાસો માટેની અરજી પ્રક્રિયા અંગે જાહેર સૂચના આપવામાં આવી છે. મ્યુ. કોર્પોરેશને નાગરિકોને સાવચેત રહેવા તથા ખોટી માહિતી કે ભ્રમણામાં ન આવવા અપીલ કરી છે.

મ્યુ. કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે, યોજનાના આવાસો માટે ફોર્મ માત્ર ઓનલાઈન માધ્યમથી જ મંગાવી તથા સ્વીકારવામાં આવે છે. આવાસ માટે અરજી કરવા ઇચ્છુક નાગરિકોએ વડોદરા મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ vmc.gov.in/pmay પર આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ અરજી ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ પૂર્ણ કર્યા બાદ આપમેળે ચલણ જનરેટ થશે, જેના આધારે અરજદારોએ નિર્ધારિત બેંકમાં જ નાણાં જમા કરાવવાના રહેશે.

મ્યુ. કોર્પોરેશને નાગરિકોને જણાવ્યું છે કે, આ કામગીરી માટે કોઈપણ ખાનગી એજન્સી કે વ્યક્તિને નિયુક્ત કરવામાં આવેલ નથી. યોજનાથી સંબંધિત તમામ નાણાં વ્યવહાર ફક્ત બેંક મારફતે જ સ્વીકારવામાં આવે છે. વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે નાગરિકોએ સીધા એફોર્ડેબલ હાઉસીંગ સેલ, રાવપુરા ખાતે સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.