વડોદરા કોર્પોરેશનની કાર્યવાહીનો નમુનો : કારેલીબાગમાં વરસાદમાં રસ્તો બન્યો
Vadodara : વડોદરાના કારેલીબાગ-અંબાલાલ પાર્ક તરફ જવાના રસ્તે આર્ય કન્યાના પ્રારંભે અને ફરાસખાનાની સામે છેલ્લા કેટલાય દિવસથી બેરીકેડ મૂકવામાં આવ્યું હતું.
આ અગાઉ આ રોડના અડધા રસ્તા પર ડામર પાથરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી તડકો પણ જોવા મળતો હતો પરંતુ પાલિકા તંત્રને આવા સમયે 15 ફૂટ જેટલા રોડ પર ડામર નાખવાનું સૂઝ્યું ન હતું. પરંતુ ગઈકાલે બપોરે વરસાદી ભારે ઝાપટું પડી ગયા બાદ ભીના રોડ પર કપચી મિશ્રિત ડામર પાથરીને તેના પર રોલર ફેરવાયું હતું. આમ ચોમાસામાં બનાવેલો રોડ કેટલો સમય ટકશે એ એક પ્રશ્નાર્થ છે.