વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં કોર્પોરેશન દ્વારા કાલથી મિલકતવેરાના બિલો આપવાનું શરૂ કરાશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 ના મિલકત વેરાના બિલો આપવાની શરૂઆત તા.16 જુલાઈથી કરવામાં આવશે. બિલો આપવાની શરૂઆત કરતાં પહેલાં પશ્ચિમ, ઉત્તર, પૂર્વ ઝોનના આકારણી રજીસ્ટર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે.
દક્ષિણના આકારણી રજીસ્ટર તા.17 જુલાઈ પ્રસિદ્ધ કરાશે. રજીસ્ટર પ્રસિદ્ધ થાય એટલે 15 દિવસમાં કોઈને પોતાના બિલ સંદર્ભે વાંધો હોય તો તે કોર્પોરેશનમાં લેખિતમાં રજૂ કરી શકે છે. તારીખ 16 થી પશ્ચિમ ઝોનના મિલકત વેરાના બિલ અપાશે. એ પછી તબક્કાવાર બીજા ઝોનના બિલો આપવાનું ચાલુ કરાશે. હજુ ગયા મહિને 15 જૂને એડવાન્સ વેરા વળતર યોજના પૂરી થઈ છે. આ યોજનાનો 1.77 લાખ લોકોએ લાભ લીધો હતો. કોર્પોરેશનમાં અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ છે. જેમાંથી આશરે 157 કરોડ એડવાન્સ વેરા વળતર યોજના દ્વારા ભરપાઈ થયા છે.