Get The App

વડોદરા પાલિકા ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે રૂ.39 લાખના ખર્ચે યુનિફોર્મ ખરીદશે

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા પાલિકા ફાયર બ્રિગેડના કર્મચારીઓ માટે રૂ.39 લાખના ખર્ચે યુનિફોર્મ ખરીદશે 1 - image


Vadodara Corporation : વડોદરા પાલિકાના અગ્નિશાંતિ શાખાના કર્મચારીઓ માટે વર્ષ 2024-2025ના બ્લોક પેટે જરૂરી યુનિફોર્મ ખરીદવા અંદાજીત રકમથી 4.78 ટકા ઓછાના એટલે કે કુલ રૂ.39,83,572ના ભાવપત્રકને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી મંજુરી મેળવી આપવા બાબતે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

પાલિકાની અગ્નિશાંતિ શાખાના કર્મચારીઓ માટે વર્ષ 2024-25ના બ્લોક પેટે જરૂરી ગરમ યુનિફોર્મ ખરીદ કરવાના કામે ખાતા દ્વારા અધિકાર પરત્વે મેળવેલ મંજુરી આધારે ભાવપત્રો મંગાવતા આ કામે બે ઇજારદારના ભાવપત્રો આવેલ છે. બે ભાવપત્રો પૈકી ઓછા ભાવના ઇજારદાર મે.પ્રિશા એન્ટરપ્રાઇસનું અંદાજી રકમથી 4.78 ટકા ઓછાનુ એટલે કે કુલ રૂ.39,83,572નુ (અધિકારી માટે રૂ.25,220/સેટ તથા કર્મચારી માટે રૂ.17,796/સેટ) ભાવપત્ર આવ્યું હતું. સદર ભાવપત્રકને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી મંજુરી મેળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Tags :