Get The App

વડોદરા કોર્પોરેશન દ્વારા 'રાત્રી બીફોર નવરાત્રી 'કાર્યક્રમનું આયોજન કરાશે

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશન દ્વારા 'રાત્રી બીફોર નવરાત્રી 'કાર્યક્રમનું આયોજન કરાશે 1 - image


Vadodara Corporation Navratri : અર્બન ડેવલપમેન્ટ યર-2025 અંતર્ગત પિલર-2 બેટર સિટીઝન એંગેજમેન્ટ તરીકે ઉજવણી ક૨વાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી નવરાત્રી મહોત્સવ પહેલા “રાત્રી બીફોર નવરાત્રી” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશન પ્રથમ વખત રાત્રી બીફોર નવરાત્રી કાર્યક્રમ યોજી રહ્યું છે.

અર્બન ડેવલોપમેન્ટ વર્ષની  ઉજવણી સંદર્ભે શહેરી વિસ્તારમાં આંતર માળખાકીય વિકાસના કામો, સ્વચ્છતા, ક્ષમતા નિર્માણ, નગ૨ આયોજન મહાનગરપાલિકા અને નગ૨પાલિકાને લગતા વિવિધ મુદ્દાઓ અંગે રાજ્યભ૨માં સ૨કાર દ્વારા આ ઉજવણી થઈ રહી છે. વડોદરા કોર્પોરેશન પણ આ પ્રકારની ઉજવણી કરીને વધુને વધુ લોકો સાથે જોડાણ થઈ શકે તે મુજબનું આયોજન કરી રહી છે. શહે૨માં સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રી બીફો૨ નવરાત્રીની ઉજવણી અંગેના આયોજન માટેની કાર્યવાહી ક૨વા સહિતની તમામ સત્તાઓ મ્યુનિસિપલ કમિશનરને આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ ક્યાં અને કઈ તારીખે યોજવો તે હજી નક્કી કરવાનું બાકી છે.

Tags :