Get The App

વડોદરા કોર્પોરેશન દર અઠવાડિયે 'વન ડે વન વોર્ડ' અભિયાન શરૂ કરશે

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશન દર અઠવાડિયે 'વન ડે વન વોર્ડ' અભિયાન શરૂ કરશે 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રીવ્યુ બેઠક રાખવામાં આવી હતી, જેમાં વિકાસના કામો હવે વરસાદી સીઝન પૂર્ણ થવાના આરે છે, ત્યારે ઝડપથી શરૂ કરી દેવા કહેવાયું હતું. કોર્પોરેશન આવનારા દિવસોમાં દર અઠવાડિયે 'વન ડે વન વોર્ડ' કાર્યક્રમ શરૂ કરશે. જેમાં કોર્પોરેશનનું આખું તંત્ર એક દિવસ માટે એક વોર્ડમાં ઉતરી પડશે. જેમાં દરેક પદાધિકારીઓ અને વોર્ડના કોર્પોરેટરોને સાથે રાખીને સફાઈ, સ્વચ્છતા, દબાણ હટાવવું અને લોક સુવિધાના કામો કરશે.

આવતીકાલે ગાંધીનગરમાં એક બેઠક યોજવાની છે. જેમાં સરકારની સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટના કામોની પણ ચર્ચા થવાની છે. બિલ્ડીંગ, ફ્યુચરિસ્ટિક સેલ, હેરિટેજ સેલ, રોડ, ડ્રેનેજ અને પાણી પુરવઠા વિભાગના વરસાદના કારણે સ્થગિત કરેલા પ્રોજેક્ટના કામો શરૂ કરવા કહ્યું છે. નવી વોર્ડ ઓફિસ બનાવવી, જ્યાં પોતાનું મકાન નથી તેવી આંગણવાડીઓ બનાવવી, વોર્ડ દીઠ લાઇબ્રેરી બનાવવી, યોગ સેન્ટર ઉભા કરવા, દરેક ગાર્ડનમાં મહિલાઓ માટે પિંક ટોયલેટ બનાવવા, સમામાં ઓડિટોરિયમનું કામ આગળ વધારવું, નવા બ્રીજના કામો જે હાથ ધરવાના છે, તે ઉપરાંત હાલના બ્રિજોની બાકી કામગીરી કરવા અંગે  ચર્ચા થઈ હતી. ગણેશ વિસર્જન બાદ તમામ તળાવની સફાઈ કામગીરી કરવા પણ કહેવાયું છે. હાલ ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરીની સાથે સાથે ગંદકી અંગેની સમસ્યા છે, તેમાં કડક પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. ગંદકી કરતા લોકો પાસેથી એક મહિનામાં આશરે 25 લાખ જેટલો દંડ કરવામાં આવ્યો છે. સ્વચ્છતા અને સફાઈ માટે, ડોર ટુ ડોર કચરા કલેક્શન ,સેગ્રીગેશન વગેરે માટે ત્રણ મહિનામાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

Tags :