Gujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ અટકાવવા ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો મુકશે

By GS TEAM
18 Aug 20251 min read
TukuTouch Logo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝડ પ્લાસ્ટિક ની થેલીઓનો વપરાશ બંધ કરાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવાના પ્રયાસ રૂપે ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હાલ ખંડેરાવ માર્કેટ ખાતે આ મશીન મૂકવામાં આવ્યું છે. આજે બીજી કેટલીક જગ્યાએ પણ મશીન મુકવાની કામગીરી કરવામાં આવશે. શહેરના તમામ 19 વોર્ડમાં મલ્ટી માર્કેટ અથવા તો શાક માર્કેટ આવેલા છે ત્યાં તેમજ મંગળ બજાર, કડક બજાર વગેરે સ્થળે આવા મશીનો મૂકવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ અટકાવવા ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો મુકશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝડ પ્લાસ્ટિક ની થેલીઓનો વપરાશ બંધ કરાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવાના પ્રયાસ રૂપે ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હાલ ખંડેરાવ માર્કેટ ખાતે આ મશીન મૂકવામાં આવ્યું છે. આજે બીજી કેટલીક જગ્યાએ પણ મશીન મુકવાની કામગીરી કરવામાં આવશે. શહેરના તમામ 19 વોર્ડમાં મલ્ટી માર્કેટ અથવા તો શાક માર્કેટ આવેલા છે ત્યાં તેમજ મંગળ બજાર, કડક બજાર વગેરે સ્થળે આવા મશીનો મૂકવામાં આવશે. ખંડેરાવ માર્કેટ કે જ્યાં હજારોની સંખ્યામાં લોકોની આવજા રહે છે ત્યાં મલ્ટી એન્ટ્રી પોઇન્ટ પર આવા મશીનો મુકાશે. કોર્પોરેશનનો અંદાજ આશરે સો મશીનો મુકવાનો છે.

મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખવાથી કાપડની એક થેલી નીકળે છે. દસ રૂપિયાનો સિક્કો નાખતા બે થેલી મળી શકશે. યુપીઆઈ સ્કેન કરવાથી પણ થેલી મશીન માંથી મળી શકે છે, તેમ કોર્પોરેશનના વર્તુળોનું કહેવું છે. એક મશીનમાં આશરે એક સો થેલી ની કેપેસિટી હોય છે થેલી ખલાસ થતા ફરી પાછી તેમાં થેલી ભરવી પડે છે ખલાસ થાય એટલે તેની જાણકારી ઓનલાઈન મોનિટરિંગ દરમિયાન થઈ શકે તે માટે સોફ્ટવેરમાં પણ વ્યવસ્થા કરવામાં આવશે. કોર્પોરેશનના વર્તુળો એ વધુમાં જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ આનો ટ્રાયલ લીધો હતો અને વેપારીઓને પણ પ્લાસ્ટિકને બદલે કાપડની થેલીઓ લોકો વાપરતા થાય તેની સમજ આપવામાં આવશે.