Get The App

વડોદરા કોર્પોરેશન દ્વારા રોડ પર રોડ બાદ હવે ડિવાઇડર પર ડિવાઇડર બનાવવાનો નવો અભિગમ

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા કોર્પોરેશન દ્વારા રોડ પર રોડ બાદ હવે ડિવાઇડર પર ડિવાઇડર બનાવવાનો નવો અભિગમ 1 - image


Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની સ્માર્ટ સિટીમાં ગણતરી થાય છે. ત્યારે સ્માર્ટ અધિકારીઓને સ્માર્ટ શાસકોની દીર્ઘદ્રષ્ટિ ઘણું બધું કહી જાય છે. 

વડોદરા શહેરમાં અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા રોડ પર રોડ બનતા તો જોયા છે અને તેના પગલે સોસાયટીઓ નીચાણવાળા વિસ્તારમાં જતા પાણી ભરવાની સમસ્યાઓ ઉદભવી હતી. ત્યારે હવે સ્માર્ટ અધિકારીઓ દ્વારા રોડ પર રોડ બનાવ્યાના અખતરા કર્યા બાદ ડિવાઇડર પર ડિવાઈડર બનાવવાની નવી પ્રણાલીની શરૂઆત કરાઇ છે! હાલમાં જ પ્રતાપનગર બ્રિજના છેડે માંજલપુર તરફ ઉતરતા સર્કલ પાસે આવો જ નાનો અખતરો કરવામાં આવ્યો છે. જુના ડિવાઇડર ઉપર પથ્થરોને ચોંટાડી ડિવાઈડરને ઊંચુ કરવામાં આવ્યું હતું. જેને પગલે વાહન ચાલકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

Tags :