Gujarat

વડોદરામાં એમ.એસ યુનિ. હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ કોર્પોરેશને ફૂડ, રો-મટીરીયલ અને પાણીના 32 નમૂના લીધા

By GS TEAM
9 Jul 20251 min read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના કિચનમાં સ્વચ્છતા જાળવવા નોટિસ ફટકારી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં એમ.એસ યુનિ. હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ કોર્પોરેશને ફૂડ, રો-મટીરીયલ અને પાણીના 32 નમૂના લીધા

Vadodara MS University : એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 100થી વધુ વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગ થઈ ગયા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતાના ખોરાક શાખાની ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા હોસ્ટેલના કેન્ટીન કિચનમાંથી ફૂડ, રો-મટીરીયલ અને પાણીના મળી કુલ 32 નમુના તપાસ માટે લીધા હતા.

આ વિદ્યાર્થિનીઓએ રાત્રે પનીરનું શાક, ખીર, રોટલી, દાળ, ભાત વગેરે ખાધા હતા. ઓફિસરોએ ફૂડ ઉપરાંત રોમટીરીયલ દાળ, ચોખા, કઠોળ ,અથાણું, પનીર વગેરેના 26 નમૂના લીધા હતા. જ્યારે  જે ટાંકીમાંથી પાણી  આવતું હતું, તેના છ નમૂના લીધા હતા. આ તમામ નમુના એનેલીસીસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે કિચનમાં સ્વચ્છતા જાળવવા માટે નોટિસ પણ ફટકારી હતી.