Get The App

વડોદરા: જેતલપુર બ્રિજનો ઉબડખાબડ સર્વિસ રોડ રીપેર કરવા કોર્પોરેશનનું તંત્ર અંતે જાગ્યું

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા: જેતલપુર બ્રિજનો ઉબડખાબડ સર્વિસ રોડ રીપેર કરવા કોર્પોરેશનનું તંત્ર અંતે જાગ્યું 1 - image


વડોદરામાં જેતલપુર ઓવરબ્રિજ નીચેનો સર્વિસ રોડ વરસાદી ગટરની કામગીરી બાદ ઉબડખાબડ થઈ જતા લોકોને પસાર થવું મુશ્કેલ થઈ પડ્યું હતું. લોકોએ આ રોડ રીપેર કરવા ઉગ્ર રજૂઆતો કરતા છેવટે કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે, અને આજથી થોડી કામગીરી ચાલુ કરી છે. જેતલપુર ઓવરબ્રિજ  સર્વિસ રોડ પર અગાઉ વરસાદી ગટરની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી થયા બાદ જ્યાં ખોદકામ કરેલું ત્યાં વેટ મિક્સ મટીરીયલ દ્વારા ચરીનું પુરાણ કરેલું હતું. દરમિયાન વરસાદ પડવાના કારણે ચરી બેસી જતા રોડ ખાડા ટેકરા વાળો થઈ ગયો હતો. જેથી વિસ્તારના રહીશોને અહીંથી પસાર થવું પણ ખૂબ જ તકલીફ ભર્યું થઈ ગયું હતું.

વરસાદ થંભી જતા અને ઉઘાડ નીકળતા કોર્પોરેશને આજથી અહીં કામ ચલાવ કામ ચાલુ કર્યું છે. મશીનનો પાવડો લગાવી ઉબડખાબડ રોડને લેવલિંગ કર્યું છે, કોર્પોરેશનના કહેવા મુજબ હાલ રોડને મોટરેબલ કરવાનું કામ ચાલુ કર્યું છે. હજુ જો ઉઘાડ રહેશે તો ચરી ઉપર પેચ વર્ક કરીને કામગીરી ટૂંક સમયમાં કરી દેવામાં આવશે.

Tags :