વડોદરા કોર્પોરેશનની હદમાં 7 ગામો જોડાતા કામગીરીમાં વધારો થવાથી 10 નવા એસ્કેવેટર લોડર મશીન ખરીદાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોની કામગીરી માટે એસ્કેવેટર લોડર મશીનો ફાળવવામાં આવે છે. હાલની કામગીરી ઉપરાંત કોર્પોરેશનની હદમાં 7 નવા ગામોનો સમાવેશ થવા ઉપરાંત નવા વોર્ડની રચના કરવાથી કામગીરી વધી હોવાથી નવા 10 એસ્કેવેટર લોડર મશીન ખરીદવામાં આવશે.
આ અગાઉ 20 લોડર મશીન ખરીદવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક મશીનની કિંમત 24.27 લાખ થાય છે. જોકે અગાઉ 10 મશીન ખરીદવા મંજૂરી મેળવી હતી અને 10 બાકી રાખ્યા હતા. જેની ખરીદી હવે કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કોર્પોરેશનમાં અધિકારીઓની મિટિંગમાં પણ કામગીરીમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, વધૂ એસ્કેવેટર લોડર મશીન ખરીદવા સુચન કરેલ હતું. 15માં નાણાપંચની વર્ષ 2025-26 ની ગ્રાન્ટમાં મશીન ખરીદવા 8 કરોડની જોગવાઈ કરવામાં આવશે. 10 મશીનની ખરીદીનો ખર્ચ 2.45 કરોડ થશે.









