Gujarat

વડોદરા કોર્પોરેશનના 24 પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવાનું આયોજન

By GS TEAM
17 Jul 20251 min read
TukuTouch Logo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોર્પોરેશન હસ્તકના ટીપી સ્કીમ હેઠળ ફાઇનલ થયેલા 24 પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવાનું આયોજન વિચારાયું છે. આ માટેની એક દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં મંજૂરી માટે રજૂ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનના 24 પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવાનું આયોજન

Vadodara Municipal Corporation: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોર્પોરેશન હસ્તકના ટીપી સ્કીમ હેઠળ ફાઇનલ થયેલા 24 પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવાનું આયોજન વિચારાયું છે. આ માટેની એક દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં મંજૂરી માટે રજૂ થઈ છે. શહેરના સમા, હરણી, સયાજીપુરા, દંતેશ્વર, તરસાલી, તાંદળજા અટલાદરા, સુભાનપુરા, જીઆઇડીસી, સૈયદ વાસણા અકોટા, યવતેશ્વર, ભીમનાથ, ગોત્રી, છાણી વગેરે સ્થળે આ પ્લોટો આવેલા છે. જેમાંથી દંતેશ્વર, તરસાલી, જીઆઇડીસીના ચાર પ્લોટ નોન ટીપી છે. આ 24 પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરાય તે માટે પ્લોટ ફરતે ફેન્સીંગ અથવા કમ્પાઉન્ડ બનાવવામાં આવશે અને આ માટે કોર્પોરેશનના હાલના નિયમ અનુસાર પે એન્ડ પાર્ક માટે ઇજારો આપવાની કામગીરી જમીન મિલકત શાખા (કોમર્શિયલ) દ્વારા કરવામાં આવશે. 

આ 24 પ્લોટ મુખ્યત્વે રહેણાંક અને વાણિજ્ય હેતુ માટેના છે. જોકે કોર્પોરેશન દ્વારા 35 પ્લોટ પાર્કિંગ માટે શોધી કાઢવામાં આવ્યા છે, પરંતુ હાલ આ 24 પ્લોટ માટેની દરખાસ્ત કરવામાં આવી છે. કોર્પોરેશન  પાર્કિંગ કમિટીની રચના કરશે. જે પોલીસના સહયોગમાં રહીને પાર્કિંગની સુવિધા માટેનું આયોજન કરશે અને વિસ્તારોમાં પાર્કિંગ માટેના પ્લોટો પણ શોધશે.