Get The App

વડોદરાના કરોડિયા રોડ પર ફાયર સ્ટેશનના પ્લોટમાં ગેરકાયદે મકાનો : નોટિસ નહીં સ્વીકારતા જાહેર નોટિસ

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના કરોડિયા રોડ પર ફાયર સ્ટેશનના પ્લોટમાં ગેરકાયદે મકાનો : નોટિસ નહીં સ્વીકારતા જાહેર નોટિસ 1 - image


Vadodara : વડોદરા શહેરના ઉત્તર વિસ્તારના છેવાડે આવેલ ગોરવા કરોડીયા રોડ પર ફાયર સ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે. 1600 સ્ક્વેર મી.ના પ્લોટ પર 10-12 જેટલા બંધાયેલા ચાલી ટાઈપના મકાનો છે. આ પ્લોટ પર કરાયેલું અતિક્રમણ સ્વેચ્છાએ આગામી ત્રણ દિવસમાં તંત્ર દ્વારા તમામ મકાન ધારકોને નોટિસો આપવામાં આવી હતી. પરંતુ અતિક્રમણ કરનારાઓએ નોટિસનો સ્વીકાર કર્યો નથી. પરિણામે તંત્ર દ્વારા ગમે ત્યારે આ અતિક્રમણ દૂર કરવામાં આવશે એવી ચેતવણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તર વિસ્તારમાં ગોરવા કરોડીયા રોડ પર તંત્ર હસ્તકનો 1600 સ્ક્વેર મીટરનો પ્લોટ છે. ફાઇનલ પ્લોટ નં. 108 વાળી સરકારી કોર્પોરેશનની જમીન ફાયર સ્ટેશનનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જોકે આ સરકારી વિશાળ પ્લોટમાં  અતિક્રમણ- ગેરકાયદે દબાણ કરીને ચાલી ટાઇપ 10-12 પાકા મકાનો બનાવીને કેટલાક પરિવારો વસવાટ કરી રહ્યા છે. ગોરવા કરોડિયા રોડના સરકારી-કોર્પોરેશનના આ વિશાળ પ્લોટમાં તંત્ર દ્વારા ફાયર સ્ટેશનનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. પરિણામે આ પ્લોટ પર અતિક્રમણ કરનારા તમામને તંત્ર દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ અતિક્રમણ-દબાણ કરનારાઓએ આવી નોટિસ સ્વીકારી નથી. જેથી અતિક્રમણ-દબાણ કરનારાઓને આખરી જાહેર નોટિસથી તંત્ર દ્વારા જણાવાયું છે કે આગામી ત્રણ દિવસમાં પ્લોટમાં થયેલા અવરોધ દૂર કરીને જમીનનો કબજો ખુલ્લો કરવા જણાવ્યું છે. જોકે જાહેર નોટિસમાં એમ પણ જણાવાયું છે કે મુદત પૂરી થયા બાદ સ્વેચ્છાએ અતિક્રમણ-દબાણ દૂર કરવામાં નહીં આવ્યું હોય તો પાલિકા તંત્ર દ્વારા આગોતરી જાણ કર્યા વિના ફાઇનલ પ્લોટ નંબર 108 વાળી જમીન ખુલ્લી કરવા અંગે કાર્યવાહી હાથ ધરીને બુલડોઝર ફેરવી દેવાશે. આ અંગે સર્જીત પરિસ્થિતિ અંગે પાલિકા તંત્ર જવાબદાર રહેશે નહીં તેમ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા જણાવ્યું છે.

Tags :