Gujarat

વડોદરાના વિવિધ વિસ્તારોમાં બિનવારસી પડી રહેલા વાહનો જપ્ત કરવાની કોર્પોરેશન દ્વારા કાર્યવાહી

By GS TEAM
2 Jun 20261 min read
TukuTouch Logo
માર્ગો પર બિનવારસી ભંગાર હાલતમાં પડી રહેલા 30થી વધુ વાહનો છેલ્લા 4 દિવસમાં જમા લેવાયા

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વિવિધ વિસ્તારોમાં બિનવારસી પડી રહેલા વાહનો જપ્ત કરવાની કોર્પોરેશન દ્વારા કાર્યવાહી

Vadodara : વડોદરા શહેરમાં કંડમ થઈ ગયેલા વાહનો ગેરેજ વાળા અથવા વાહનના માલિકો રસ્તા પર મૂકી રાખતા હોય છે તો કેટલા કિસ્સાઓમાં વાહન ચોરી કર્યા બાદ બિન વારસી હાલતમાં મૂકી દેવામાં આવતા હોવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાંથી બિન વાર્ષિક પડી રહેલા વાહનો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલિકાએ શહેરના માર્ગો પર બિનવારસી ભંગાર હાલતમાં પડી રહેતા વાહનો કબજે કરવા ટોઈંગ કાર્યવાહી છેલ્લા એક સપ્તાહથી હાથ ધરી છે. આ દરમિયાન અંદાજે 30 જેટલા વાહનો કબજે લેવામાં આવ્યા છે. અલગ અલગ ઝોનમાંથી ટેમ્પો, ફોર વ્હીલર, થ્રી વ્હીલર, ટુ વ્હીલર વાહનો મળી 30થી વધુ વાહનો છેલ્લા 4 દિવસમાં જમા લેવાયા છે. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી જારી રહેશે. તેમ દબાણ શાખાના ડાયરેક્ટરે જણાવ્યું હતું.