વડોદરા કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં મિલકત વેરાની 283.53 કરોડની આવક થઈ
- પશ્ચિમ ઝોનમાં મિલકત વેરો ભરવાની મુદત વધારીને તારીખ 30 નવેમ્બર કરી
વડોદરા, તા. 20 નવેમ્બર 2021 શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષના મિલકતવેરાના એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ યોજના પૂરી થઈ ગયા પછી બાકી ભરવાના રહેલા બિલ ચારેય ઝોનમાં આપી દેવામાં આવ્યા છે. જેમાં પશ્ચિમ ઝોનમાં બિલ ભરવાની મુદત પૂરી થતાં તેમાં વધારો કરાયો છે.
પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 6, 10 અને 11 મા બિલ ભરવાની મુદત તારીખ 15 નવેમ્બરે પૂર્ણ થયા બાદ વધારીને તારીખ 30 નવેમ્બર કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 3, 4 અને 12 માં બિલ ભરવાની છેલ્લી મુદ્દત 29 નવેમ્બર છે.
ઉત્તર ઝોનના વોર્ડ નંબર 5,7 અને 8માં તારીખ 22 નવેમ્બર અને પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 1, 2 અને 9માં તારીખ 3 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. પશ્ચિમ ઝોનમાં 1 એપ્રિલથી તારીખ 16 નવેમ્બર સુધીમાં 132074 લોકોએ અત્યાર સુધીમાં 114 .77 કરોડનો વેરો ભરી દીધો છે.
કોર્પોરેશનના બાર વર્ષના ચાલુ વર્ષે 724 725 વેરાબીલ આપવામાં આવ્યા છે. જેમાંથી 180 881 લોકો એડવાન્સ ટેક્સ ભર્યો હતો. આ વર્ષે વેરાબિલની કુલ ડિમાન્ડ 410.64 કરોડ છે. તારીખ 16 સુધી મા 283. 53 કરોડની આવક થઈ ચૂકી છે. જેમાં 228.83 કરોડ મિલકતવેરાના, રૂપિયા 36.71કરોડ વ્યવસાય વેરા અને રૂપિયા 17.99 વાહનવેરા ના મળેલા છે.