Get The App

વડોદરા કોર્પોરેશનમાં હાલ 2300 સફાઈ કામદારોની ઘટ

Updated: Mar 1st, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશનમાં હાલ 2300 સફાઈ કામદારોની ઘટ 1 - image

- સેનેટરી, ઇજનેરી અને ડ્રેનેજ વિભાગ માં પણ 250 જગ્યા ખાલી

- કોર્પોરેશનની હદ વધતા હજુ વધુ કર્મચારીઓની જરૂર પડશે 

વડોદરા, તા. 01 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આજુબાજુના ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલો છે . જેથી વહીવટી વોર્ડ વધારીને 19 કરવાના છે.  વિસ્તાર વધવાથી બીજી કામગીરી વધી ગઈ છે. હાલમા પણ બાર વહીવટી વોર્ડના વિસ્તારમાં વર્ષોથી ભરતી કરવામાં આવેલી નથી, ત્યારે અંદાજિત 2300 જેટલા સફાઈ કામદારો ની ઘટ પડે છે .આ ઉપરાંત સેનેટરી અને ઇજનેરી તેમજ ડ્રેનેજ શાખાઓમાં પણ આશરે 250 જગ્યાઓ ખાલી છે. જેમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી કામદારોને રાખવામાં આવેલા છે. 

આરોગ્ય શાખામાં હેલ્થ સેન્ટરમાં પટાવાળા વર્ષોથી ઓછા પગારે કામ કરે છે. સફાઈ કામદાર, પટાવાળા તમામના કામની નોંધ લઇ તેમને પણ આવનારી ભરતી માં સમાવેશ કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. ગામડાઓનો સમાવેશ કરવાથી પણ સફાઈ કામદારોની ભરતી કરવી પડે તેમ છે. ગુજરાત સફાઇ કામદાર મહામંડળે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી માંગ કરી છે કે, વડોદરા કોર્પોરેશન માં જે કામદારોએ મહામારીમાં અને પૂરમાં 11 મહિના કરાર આધારીત કોન્ટ્રાક્ટમાં સેનેટરી અને ઇજનેરી વિભાગ તેમજ ડ્રેનેજ શાખા માં કામગીરી કરતા હોય તેમ જ અન્ય કોઈ કારણ થી છૂટા કરવામાં આવ્યા હોય એવા સફાઇ કામદારોને ધ્યાનમાં રાખી અગ્રીમતા આપવી જોઈએ. જે વિસ્તારમાં વડોદરા કોર્પોરેશન માં સમાવેશ કરવામાં આવ્યો છે એ વિસ્તારની ગ્રામ પંચાયતમાં વર્ષોથી સફાઈનું કામ કરતા હોય તેવા સફાઇ કામદારોને પ્રથમ લેવા અનુરોધ કરાયો છે.