વડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : મીઠાઈના ત્રણ નમૂના લીધા
Vadodara Food Safety : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરી નમૂના લેવાની કામગીરી હાથ ધરી હતી. શહેરના કલાદર્શન ચા૨ રસ્તા વિસ્તા૨માં કલાપી સ્વીટ એન્ડ ફરસાણમાંથી સ્વીટ ખોયા, ઘી, કેસ૨પેંડાના ૩ નમુના લીધા હતા.
વાઘોડીયા રોડ પ૨ ન્યુ હેવન વિઘાલય અને હેમીલ્ટન (ઓલ્ડ મહેતા ગર્લ્સ હોસ્ટેલ)ની કેન્ટીનમાં તેમજ ઓમ સ્વીટ એન્ડ નમકીનમાં ઈન્સપેક્શન કર્યું હતું. દાંડીયાબજા૨ વિસ્તા૨માં કેટ૨૨ અને ફુડ એકમ-શ્રી કચ્છી જૈન ભોજનાલયની સ્વચ્છતા બાબતની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી. જેથી આ જગ્યાએ તથા ફુડ એન્ડ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું. કમાટીબાગ વિસ્તા૨માં ગણેશ પાવભાજીમાંથી રાંધેલો ભાત વાસી તથા કલ૨વાળો મળી આવ્યો હતો. આશરે 2.5 કિલો વાસી ભાતનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે મીલ્ટન'સ સાઉથ એક્ષપ્રેસમાં ૨જી૨સ્ટ્રેશન ડીસપ્લે કરેલ ન હોવાનું જણાયું હતું. આમ બન્ને જગ્યા બંધ કરાવી હતી. માંજલપુર વિસ્તા૨માં રેસ્ટોરન્ટ-વુડીઝોન પીઝામાં ઇન્સપેક્શન દ૨મ્યાન અનહાઇજેનીક બાફેલા બટાકા, બાફેલી ન્યુડલ્સ અને બાફેલા મકાઇનો આશરે 5 કિલો જથ્થો નાશ ક૨વામાં આવ્યો હતો. અનહાઇજેનીક વસ્તુ રાખવા બદલ નોટીસ આપવામાં આવી હતી. શહેરના દિવાળીપુરા વિસ્તારમાં કેન્ટીન-ડી.આ૨.અમીન સ્કુલમાં તથા વાસણા-ભાયલી રોડ ૫૨ આવેલ જોધપુરી સ્પેશીયલ દાલબાટીના વેપારી દ્વારા ફુડ બનાવતી વખતે ખાદ્યપદાર્થોનો ધુમાડો બીજાના ઘ૨માં જતો હોવાની ફરીયાદ કોર્પોરેશનમાં કરવામાં આવી હતી જેનું પણ ઇન્સ્પેક્શન કરીને તેઓને સ્વચ્છતા અને ચોખ્ખાઈના ધારાધોરણો જાળવી રાખવા નોટીસ આપવામાં આવી હતી.