વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ ફરસાણની વધુ 13 દુકાનમાં ચેકિંગ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવ્યું છે. મીઠાઈ ફરસાણની વધુ 13 દુકાનમાં ચેકિંગ કરીને ખાદ્ય પદાર્થોના 13 નમૂના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
ગોત્રી સેવાસી મેઇન રોડ ઉપર આવેલ રોયલ બિરયાની એન્ડ કરીસ રેસ્ટોરન્ટ, અકોટા વિસ્તારમાં પટિયાલા હાઉસ ધાબા રેસ્ટોરન્ટમાં, ભાયલી વિસ્તારમાં વેન્ચર્સ અને ક્યુ એન્ડ બ્રેવ રેસ્ટોરન્ટમાં ઇન્સ્પેક્શન કર્યું હતું. ઓલ્ડ પાદરા રોડ પર દુલીરામ રતનલાલ શર્માની દુકાનમાં ચેકિંગ કરીને ચોકલેટ મોદક અને મોદકનો નમુનો લીધો હતો. જ્યારે રાવપુરામાં પેંડાવાલા જયંતીલાલ શર્માને ત્યાંથી પણ મોતીચૂરના લાડવા અને બુંદીના લાડુનો નમુનો લીધો હતો. માંજલપુર વિસ્તારમાં આવેલ ઇ એન્ડ ટી એમ કે ફૂડ, કેશવ હોટલ મેનેજમેન્ટ રેસ્ટોરન્ટમાં, માંજલપુરમાં નામદેવ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાં પોસ્ટ ઇન્સ્પેક્શન કરાયું હતું. વાઘોડિયા રોડ પર વ્રજવાસી ડેરી એન્ડ સ્વીટ ફરસાણમાં ઇન્સ્પેક્શન કરી પિસ્તા ફ્લેવર મોદક અને મોહનથાળનો નમુનો લીધો હતો. કારેલીબાગમાં જગદીશ સ્વીટ ફરસાણમાંથી મોતીચૂર મોદક અને અંજીર મોદકનો નમુનો લીધો હતો. જ્યારે મોબાઈલ ટેસ્ટિંગવાન દ્વારા વૃંદાવન ચાર રસ્તા પર આવેલ ખાદ્ય પદાર્થોના યુનિટો પરથી મરચું પાવડર, બટર, તેલ, રેડ ચટણી, આઈસ્ક્રીમ વગેરે જેવા 24 ખાદ્ય પદાર્થોનુંઓન ધ સ્પોટ ચેકિંગ કર્યું હતું. જ્યારે 15 લારીઓમાં ચેકિંગ કરી સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન આપ્યું હતું.