ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજતા વડોદરા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
Vadodara Congress : વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ જોકે પોલીસે દોડી આવીને કોંગ્રેસના કાર્યક્રમમાં ભંગ પાડ્યો હતો અને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી. જેથી અકડાયેલા કોંગ્રેસીઓ દ્વારા 'ભાજપ હાય હાય' ના ભારે સૂત્રોચાર સાથે રોષ પ્રગટ કર્યો હતો.
આજે પહેલી મે ના રોજ ગુજરાતના સ્થાપના દિવસ હોય જેના પગલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ન્યાય મંદિર ખાતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને આ તમામ કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને બેસાડી અટકાયત કરી હતી. ગુજરાતનો સ્થાપના દિવસ હોય કોંગ્રેસના કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અને લોકો પરમિશન લીધા વગર પણ રેલી કાઢી વિરોધ કરતા હોય છે પરંતુ આ કોઈ પ્રકારનો રાજકીય કાર્યક્રમ ન હોવા છતાં ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીની ખુશી મનાવવાનો અવસર હોય પોલીસ દ્વારા ખોટી રીતે તેમની અટકાયત કરવામાં આવી છે. જેના કારણે તેથી રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચાર કરવા સાથે ભાજપ હાય હાયના પોકાર લગાવ્યા હતા.