Vadodara : ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં મતદાર યાદી સુધારણા અંગે એસઆઇઆરની કામગીરી અંગે બીએલઓ દ્વારા વડોદરામાં થયેલી કામગીરી બાદ ફોર્મ નં. 7ના થયેલા દુરુપયોગ બાબતે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ ભારે સૂત્રોચાર કરીને વિરોધ સાથે હલ્લાબોલ સહિત કલેકટર કચેરીએ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મતદાર યાદી સુધારણા એસઆઇઆર અંગેઅંગે બીએલઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ જેમના નામ મતદાર યાદીમાં ન હોય એ માટે ફોર્મ નં.7 નામ કમી થયા બાબતે ભરવામાં આવે છે.
આ અંગે શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફોર્મ નં.7ના બહાને ફ્રોડ થઈ રહ્યો હોવાના આક્ષેપો શરૂ કર્યા હતા.
વડોદરા જિલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકા વિરોધ પક્ષના ચંદ્રકાંત ભથ્થુ, મહિલા કોર્પોરેટર અમી રાવત તથા જશપાલ પઢીયાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ જિલ્લા કલેકટર કચેરી સંકુલ ફોર્મ નં.7ના ફ્રોડના નારાથી ગજાવી ભારે વિરોધ સાથે કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆતો કરી હતી.


