રાવપુરામાં અમદાવાદી પોળ પાસેના હોર્ડિંગ મામલે વિશ્વામિત્રી બચાવો સમિતિએ આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને મ્યુનિ. કમિશ્રરને ફરિયાદ કરી છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ વિશે આપત્તિજનક નિવેદન કર્યા બાદ, ધારાસભ્ય દ્વારા આ નિવેદનના જવાબ સ્વરૂપે હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશનના નિયર્મો અનુસાર હોર્ડિંગ લગાવવા માટે અગાઉ પરવાનગી લઈ ફી ભરવી ફરજિયાત છે. ઉપરાંત, રોડ ખોદી, રાહદારીઓ અને વાહન ચાલકોને નડે તે રીતે જાહેર રસ્તા ઉપર હોર્ડિંગ ઊભું કરવું ગેરકાયદે છે.
10 દિવસ થયા છતાં તંત્ર મૌનના આક્ષેપ સાથે સમિતિએ ગેરકાયદે હોર્ડિંગ તાત્કાલિક દૂર કરવામાં આવે તથા હોર્ડિંગ લગાવનાર સામે આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરાય એવી માગ કરી છે. સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે, અમે કોઈ રાજકીય પક્ષના સભ્ય કે સમર્થક નથી. અમારી માગ સૌ નાગરિકા માટે સમાન ન્યાય અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે છે.


