Gujarat

પ્રોટોકોલ ભૂલ્યા ક્લાસ વન ઓફિસર! સાંસદ ખેલ મહોત્સવમાં DEOએ રાજકીય નેતાના ચરણ સ્પર્શ કરતા રાજકારણમાં ગરમાવો

By GS TEAM
26 Dec 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે ચં.ચી. મહેતા ઓડિટોરિયમ ખાતે વિધાનસભાના દંડક મંચ પર ઉપસ્થિત હતા ત્યારે કાર્યક્રમમાં આવી પહોંચેલા ક્લાસ વન ઓફિસર જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ વિધાનસભા દંડક બાળુ શુક્લને ચરણ સ્પર્શ કરતા અધિકારીઓ અને ઉપસ્થિત રાજકારણીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રોટોકોલ ભૂલ્યા ક્લાસ વન ઓફિસર! સાંસદ ખેલ મહોત્સવમાં DEOએ રાજકીય નેતાના ચરણ સ્પર્શ કરતા રાજકારણમાં ગરમાવો

Sansad Khel Mahotsav Vadodara: વડોદરા શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે ચં.ચી. મહેતા ઓડિટોરિયમ ખાતે વિધાનસભાના દંડક મંચ પર ઉપસ્થિત હતા ત્યારે કાર્યક્રમમાં આવી પહોંચેલા ક્લાસ વન ઓફિસર જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ વિધાનસભા દંડક બાળુ શુક્લને ચરણ સ્પર્શ કરતા અધિકારીઓ અને ઉપસ્થિત રાજકારણીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

તાજેતરમાં શહેરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં અઢી લાખ જેટલા ખેલાડીઓ વિવિધ રમતો રમ્યા હતા. આ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચ.ચી.મહેતા ઓડિટોરિયમ ખાતે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાઇને વિવિધ રમતોમાં સિદ્ધિ પ્રાપ્ત રમતવીરોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. 

સાંસદ ખેલ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે ઓડિટોરિયમના હોલમાં મંચ પર વિધાનસભા દંડક બાળુ શુક્લ, રાજ્યમંત્રી મનીષા વકીલ, શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુ, યુનિ. વીસી ઉપસ્થિત રહ્યા હતા. 

આ દરમિયાન કાર્યક્રમમાં આવી પહોંચેલા ક્લાસ વન ઓફિસર ડીઇઓ મહેશ પાંડે પણ આવી પહોંચ્યા હતા. મંચ પર પહોંચેલા ક્લાસ વન ઓફિસર ડીઇઓ મહેશ પાંડે સીધા મંચ પર પહોંચ્યા હતા, જ્યાં ઉપસ્થિત વિધાનસભા દંડક બાળુ શુક્લને ચરણ સ્પર્શ કરતા અન્ય સૌ મહાનુભાવો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મંચ પર ઉપસ્થિત વિધાનસભા દંડક બાળુ શુક્લને ક્લાસ વન ઓફિસર ડીઈઓ મહેશ પાંડેએ ચરણ સ્પર્શ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો.