Gujarat

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

By GS TEAM
13 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવાની અને વાહન ચોરીના ગુનાઓ કરનાર ઇસમોને શોધી વાહનચોરીના ગુનાઓ ડીટેકટ કરવા અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

Vadodara Vehicle Theft : વડોદરા શહેરમાં વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવાની અને વાહન ચોરીના ગુનાઓ કરનાર ઇસમોને શોધી વાહનચોરીના ગુનાઓ ડીટેકટ કરવા અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ માહીતી આધારે અજબડી મીલ ઠેકરનાથ મહાદેવ મંદીર પાસેથી અગાઉ અનેક વખત વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીઢો આરોપી અર્જુન ઉર્ફે દેવો કનુભાઇ માળી (ઉ.વ 32, રહે. ગામ-ભાયલી બસ સ્ટેન્ડ પાસે ફુટપાથ પર, મુળ રહે. મીયાગામ કરજણ, નવીનગરી વડવાળુ ફળીયું)ને શંકાસ્પદ હાલતમાં કોર્ડન કરતા તેની પાસેની એકસેસ મોપેડના પેપર્સ બાબતે પુછતાં ઇસમે પેપર્સ નહી હોવાનુ જણાવી વાહનના માલીકી બાબતે કોઇ સચોટ માહીતી નહી આપતા મોપેડને તપાસ અર્થે કબજે કરી ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પકડાયેલ ઇસમની વધુ પુછપરછ દરમ્યાન ઇસમે આ વાહન મનિષા ચોકડી પાસે અટલ બ્રીજ નીચે પાર્ક કરેલ ત્યારે લોક તોડી નાંખી ચોરી કરી લાવેલાનું જણાઈ આવ્યું હતું.