Get The App

વડોદરા શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, ટીમમાં 45 હોદ્દેદારોની વરણી

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
bjp


Vadodara News: આખરે આજે (29 જાન્યુઆરી) વડોદરા શહેર ભાજપના નવા સંગઠનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા તેમની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ નવા માળખામાં કુલ 45 હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સંગઠનને મજબૂત કરવા માટે પાયાના કાર્યકરોને મહત્ત્વની જવાબદારી સોંપાઈ છે.

સંગઠનમાં 3 નવા મહામંત્રીઓ અને 8 ઉપપ્રમુખો નિમણૂક કરવામાં આવી છે જેઓ વહીવટી અને સંગઠનાત્મક કામગીરી સંભાળશે. આ સિવાય વિવિધ મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીઓના નામોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. 

આ નવી ટીમ આગામી સમયમાં સ્થાનિક અને રાજ્ય સ્તરની રાજકીય ગતિવિધિઓ અને ચૂંટણીઓમાં વડોદરા ભાજપનું નેતૃત્વ કરશે. કાર્યકરોમાં આ જાહેરાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.