Gujarat

દિયર-ભાભીને ફ્લેટનું લખાણ કરી આપી બિલ્ડરે 15 લાખ પડાવી લીધા

By GS TEAM
18 Mar 20262 mins read
TukuTouch Logo
બિલ્ડરે બારોબાર બાનાખત રદ કરી અન્યને ફ્લેટ વેચી દીધા

Summarized by AI; it may make mistakes. Check important info

દિયર-ભાભીને ફ્લેટનું લખાણ કરી આપી બિલ્ડરે 15 લાખ પડાવી લીધા

Vadodara : વડોદરાના માંજલપુરમાં તુલસીધામ રસ્તા પાસે શિવમ ફ્લેટમાં રહેતા સંદીપભાઈ સોમાભાઈ પટેલ મૂળ નર્મદા જિલ્લાના વરખડ ગામના વતની છે અને ત્યાં જ ખેતી કામ કરે છે. તેણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2021 માં અમે વડોદરામાં ફ્લેટ લેવા માંગતા હોય તરસાલી વિસ્તારમાં સમર્પણ ડેવલપર દ્વારા સમર્પણ નામની સ્કીમના પ્રોપરાઇટર જતીનભાઈ શાંતિલાલ પંચોલી (રહે-સેવાસી, દાદા ભગવાન ત્રિમંદિર વર્ણામા તથા મેઘ ધનુષ એપાર્ટમેન્ટ, અગ્રસેન નજીક સુરત) નો સંપર્ક કર્યો હતો. અને 8.50 લાખમાં ફ્લેટ વેચાણ લેવાનું નક્કી કર્યું હતું. મેં તેઓને થોડા રૂપિયા ચૂક્યા હતા ત્યારબાદ બીમાર પડી જતા હું જતીનભાઈનો સંપર્ક કરી શક્યો ન હતો. મારી તબિયત સારી થતા ત્યાં તપાસ કરવા ગયો હતો સ્કીમ પૂરી થઈ ન હતી અને જતીનભાઈનો પણ સંપર્ક થઈ શક્યો ન હતો. ત્યારબાદ મને તપાસ કરતા માલુમ પડ્યું કે તારીખ 21-1-2022 ના રોજ અમારી ગેરહાજરીમાં એક તરફી બાનાખત રદ્દ કર્યાનો લખાણ જતીનભાઇએ કરી દીધું હતું. તેઓ સુરતના મનિષાબેનને દસ લાખમાં વેચાણ આપી દીધો હતો. 

તેમજ મારા ભાભી ભાવિસાબહેન પંકજભાઈ પટેલ રહેવાસી મોનાલીસા માંજલપુર પણ એક ફ્લેટ લેવાનું નક્કી કર્યું હતું અને તે પેટે રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં ફ્લેટ અન્યને વેચી દીધો હતો સમર્પણ ડેવલોપર્સના બિલ્ડર જતીનભાઈ પંચોલીએ મારા તથા મારા ભાભી પાસેથી કુલ 15-20 લાખ અમને બનાખત કરી આપેલા ફ્લેટ બારોબાર અન્યને વેચી દીધા હતા.