વડોદરા શહેરના છેવાડે ખ્યાતનામ સ્વામિનારાયણ મંદિરની એકદમ નજીકમાં પ્રમુખસ્વામી તીર્થ સોસાયટી આવેલી છે. આ સોસાયટીની બાજુમાં નમસ્યા કન્સ્ટ્રક્શનની સાઈટ નવી તૈયાર થઈ રહી છે.
આ સાઇટ પર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતની સલામતી રાખ્યા વિના ઊંડા ખાડા ખોદીને નવી ઊંચી દિવાલ બનાવાઈ રહી હતી. દિવાલમાં કોઈપણ જાતના પીલર પણ રાખવામાં આવ્યા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ બાબતે કોન્ટ્રાક્ટરનું ધ્યાન પણ સ્થાનિક લોકો દોર્યું હોવાનું કહે છે. આમ છતાં બીલ્ડરે હોતી હે ચલતી હૈ તેમ કરીને સલામતી અંગે આખ આડા કામ કરીને સલામતીના કોઈપણ પગલાં લીધા વિના કન્સ્ટ્રક્શન ચાલુ રાખ્યું હતું. આજે મકરસંક્રાંતિની વાસી ઉતરાયણના પતંગોત્સવ તહેવાર પ્રસંગે પતંગ ઉડાડવામાં લોકો વ્યસ્ત હતા. પવન પણ પ્રમાણમાં સારો હતો. રોડ રસ્તા સુમસામ હતા. જ્યારે કોન્ટ્રાક્ટરે કોઈ પણ જાતની કાળજી લીધા કોઈપણ જાતની સલામતી અંગે ધ્યાન રાખ્યા વિના બનાવેલી નમસ્યા સાઇટની ઊંચી અને લાંબી દિવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી. જોરદાર ધડાકો થતા અગાસીએથી અને પોત પોતાના ઘરોમાંથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોમાં ગણગણાટ શરૂ થયો હતો.
દરમિયાન પોતાની સાઈટની દિવાલ અચાનક પડી ગઈ હોવાની જાણ થતા કોન્ટ્રાક્ટર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ દુર્ઘટના સ્થળે એકત્ર લોક ટોળામાં બિલ્ડરની બેદરકારી અંગે ભારે રોષ આપ્યો હતો. રમરમાટ કરતી ગાડી નામસ્યા કન્સ્ટ્રક્શન સાઈટની નજીકમાં આવીને ઊભી રહી હતી. બિલ્ડર ઘટના સ્થળે આવ્યા હોવાની જાણ થતા જ ઉશ્કેરાયેલું લોક ટોળું બિલ્ડર તરફ એકદમ ધસી ગયું હતું. બિલ્ડર કાંઈ ખુલાસો કરે અગાઉ જ ઉસ્કેરાયેલા ટોળાએ ટપલી દાવ કરીને બિલ્ડરને લબડધક્કે ચડાવીને માર મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે લોકોના મારથી બચવા બિલ્ડર ધીમે ધીમે દૂર જતો ગયો હતો. પરંતુ ટોળું પણ બિલ્ડરની પાછળ જવા માંડ્યું હતું ત્યારબાદ અચાનક ટોળાએ ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું. જોકે દિવાલ ધરાશાયી થવાની આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થયાની હજી સુધી કોઈ વિગત જણાઇ નથી.


