મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે

Vadodara Liqour Crime : ટ્રાફિકથી ધમધમતા અને જયુબેલી બાગ પાછળના હુજરાત ટેકરા, બાવચા વાડમાં મકાન આગળ પાર્ક ટુ વ્હીલરની ડેકીમાંથી બાતમીના આધારે સીટી પોલીસે ભરબપોરે દેશી બનાવટના ઇંગ્લિશ દારૂની રૂ.5376ના 42 દારૂની નાની બોટલો સાથે સુઝુકી મોપેડ સહિત રૂ.35 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
બનાવની વિગત એવી છે કે, વડોદરા સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, હુજરાત ટેકરા, માઉચાવાડમાં શિવમ પરદેશીના મકાન આગળ સુઝુકી મોપેડમાં દેશી બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હોવાની જાણ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે દરોડો પાડીને પોતાની સુઝુકી મોપેડ પાસે ઉભેલા શિવમ ઉર્ફે સચિન દિનેશ પરદેશી (ઉં-29) (રહે. હુજરાત ટેકરા, જૂની પોલીસ લાઈન પાછળ, બાવચા વાડ)ની પૂછપરછ કરી હતી. તપાસમાં તેની માલિકીની પાર્ક સુઝુકી મોપેડમાં તપાસ કરી હતી. જેથી ડીકીમાંથી દેશી બનાવટના વિદેશી દારૂની રૂપિયા 5376ની 42 દારૂની નાની બોટલો મળી આવી હતી. જેથી સીટી પોલીસે દેશી બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત રૂ.30 હજારની મોપેડ સહિત કુલ રૂપિયા 35376 નો મુદ્દામાલ કબજે કરીને આરોપી શિવમ ઉર્ફે સચિન પરદેશીની ધરપકડ કરી હતી.

