Get The App

વડોદરા: ડુપ્લિકેટ સહી વડે બોગસ સોગંદનામું ઉભૂ કરી પીતરાઈનો હક મેળવી વૃદ્ધાની જમીન પચાવી પાડી

Updated: Dec 27th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા: ડુપ્લિકેટ સહી વડે બોગસ સોગંદનામું ઉભૂ કરી પીતરાઈનો હક મેળવી વૃદ્ધાની જમીન પચાવી પાડી 1 - image


- લેન્ડ ગ્રેબીગની ફરિયાદ કરવા વૃદ્ધની રજૂઆત છતાં ફરિયાદ થતી નથી

વડોદરા, તા. 27 ડિસેમ્બર

વડોદરા જિલ્લાના ચાણસદ ખાતે આવેલી કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાનું કાવતરૂં રચનાર ગામના જ રહેવાસી અને સમાજના અગ્રણીઓ વિરુદ્ધ જમીન માલિકે જિલ્લા કલેકટર કચેરીએ જિલ્લા કમિટી સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ જમીન પચાવી પાડવા પોતાને પિતરાઈ ગણાવી ડુપ્લીલીકેટ સહીઓ વડે બનાવટી પેઢીનામું ,સોગંદનામું ઊભું કરી મૂળ જમીન માલિકનો હક્ક ડૂબાળી જમીન ઉપર માણસો મોકલી કબજો જમાવી છેતરપિંડી આચરી છે .

આ અંગેની વિગત એવી છે કે, સલાડ ગામે રહેતા જીવીબેન વિરમભાઇ રબારીની ચાણસદ ગામે સરવેનંબર અને બ્લોક નંબર 1391 02.55.85 હે.ચો.મી વડીલોપાર્જીત જમીન આવેલી છે. આ જમીનની જંત્રી ની કિંમત 2.94 કરોડ છે. 

તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર,  દેવશીભાઈ રામજીભાઈ રબારી,  લાલજીભાઈ રામજીભાઈ રબારી , શાંતિલાલ રામજીભાઈ રબારી ( તમામ રહે - ચાણસદ ગામ, પાદરા ) સમાજના અગ્રણીઓ હોય અને અવારનવાર જીવીબેનને ખેતીકામમાં મદદ કરતા હોય ભરોસો હતો. વર્ષ 2009 દરમિયાન જીવીબેન અભણ હોય તેનો લાભ ઉઠાવી આરોપીઓએ જણાવ્યું હતું કે,  તમને જમીન વીલથી મળી છે તેને ચોખ્ખી કરવાથી તમારી જમીનની કિંમત વધી જશે. અને નર્મદા ભવન કચેરી ખાતે લઈ જઇ અગત્યના ડોક્યુમેન્ટ, દસ્તાવેજ ઉપર  સહીઓ કરાવી હતી . કોરોના અને લોકડાઉનના પગલે તેઓએ ખેતર જવાનું ટાળ્યું હતું. લોકડાઉન ખુલ્યા બાદ ખેતરમાં જતા અજાણ્યા ઈસમોએ અડીંગો જમાવ્યો હતો. જેથી આ અંગે દેવશીભાઇ રબારી સાથે ફોન પર વાતચીત કરતા તેમણે જવાબ આપ્યો હતો કે, આ જમીન અમારી માલિકીની છે તમારો હવે કોઈ હક નથી . 

તપાસ કરતાં તેમને જાણવા મળ્યું હતું કે , ઉપરોક્ત આરોપીઓએ કાવતરું ઘડી ખોટી વારસાઈ કરી આરોપીઓએ પોતાની વારસાઈ ફરિયાદીના પિતરાઈ તરીકે દર્શાવી જમીનમાં પોતાના નામ દાખલ કરાવી ફરિયાદીનો હક દુબાળ્યો હતો. અત્રે નોંધનીય છે કે , જમીનના મૂળ માલિક સ્વર્ગસ્થ દાદાભાઈ લાલાભાઇ રબારી ના બે પુત્રો હતા. જેમાં બકુલભાઈ અને વિરમભાઈનો સમાવેશ થાય છે. તે પૈકી બકોરભાઈનું નિસંતાન અવસાન થયું હતું. જ્યારે જીવીબેન બકોરભાઈની પુત્રી હોય સીધી લીટીના વારસદાર છે. આરોપીઓ પિતરાઇ થતા નથી. ખોટું પેઢીનામું બનાવી કિંમતી જમીન પડાવી લીધી છે. આરોપીઓએ પોતાના નામો જમીનમાં ભાગીદાર તરીકે દાખલ કરવા અરજી આપી હતી .તે અરજી પાદરા નામદાર વહીવટ દ્વારા  મંજુર કરવામાં આવી છે. જે અંગેની ફરિયાદીને કોઈ નોટિસની બજવણી કરી નથી.

ફરિયાદીના મૃતક પતિ નારણભાઈ રબારી તથા તેમની પુત્રી રમીલાબેનનું સંમતિ પત્રક સહભાગીદાર તરીકે સામેલ કરવા બનાવ્યું છે. તેમાં  ફરિયાદીના પતિ અને  પુત્રીની બોગસ સહીઓ કરી નારણભાઈની જગ્યાએ લાલજીભાઈ રામજીભાઈ રબારીનો ફોટો લગાવ્યો છે.


Tags :