mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વડોદરા બોટ દુર્ઘટના : માસૂમોના મોત પહેલાના CCTV ફૂટેજ આવ્યા સામે

આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુઆંક 17 થઈ ગયો છે

આ ઘટનામાં 18 લોકો સામે ગુનો દાખલ કરાયો છે

Updated: Jan 19th, 2024

વડોદરા બોટ દુર્ઘટના : માસૂમોના મોત પહેલાના CCTV ફૂટેજ આવ્યા સામે 1 - image
Image : screen Grab

Vadodara Harani lake boat incident : વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં 27 લોકોને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી, જેમાં મૃત્યાઆંક 17 થઈ ગયો છે જેમાં 15 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે. આ કરુણ ઘટનાના એક દિવસ બાદ આજે ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ઘટનાના એક દિવસ બાદ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

વડોદરામાં ગુરૂવારે વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં 27 લોકોને લઈને જતી હોડી પલટી મારી હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 15 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે ત્યારે આ દુર્ઘટના સર્જાઈ ગયાના એક દિવસ બાદ માસૂમોના મોત પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહ્યુ છે કે વિધાર્થીઓ હરણી તળાળમાં બોટ સવારી કરવા માટે શિસ્તબંધ રીતે લાઈનમાં વેઈટિંગ કરતા જોવા મળ્યા હતા. તેની સાથે શિક્ષકો પણ દેખાઈ રહ્યા છે. 

એક વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક અહેવાલો અનુસાર, વિદ્યાર્થીઓ અને શિક્ષકો લગભગ 4.30 વાગ્યાની આસપાસ તળાવ સ્થળ પર પહોંચ્યા હતા અને બાદમાં હોડીમાં સવાર થયા હતા જે ઓવરલોડ હોવાના કારણે પલટી ગઈ હતી. હરણી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, 'આ દુર્ઘટનામાં 15 બાળકો અને બે શિક્ષકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં બચાવી લેવાયેલ એક વિદ્યાર્થીની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તપાસ માટે SITની રચના

વડોદરા હોડી દુર્ઘટનાને લઈને પોલીસ કમિશનર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. ઘટનાની તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જોઈન્ટ CP મનોજ નિનામા SITના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ દુર્ઘટના મામલે 10 દિવસમાં જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ સોંપવામાં આવશે.

18 વિરુદ્ધ ફરિયાદ, બોટ ચલાવનારની ધરપકડ

વડોદરામાં બનેલી આ દુર્ઘટના માટે જવાબદાર એવા 18 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોટ ચલાવનાર નયન ગોહિલ અને બોર્ટના ગાર્ડ અંકિત પરમારની ધરપકડ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના ત્રણ ભીગીદારોની પણ ધરપકડ કરવામાં આવશે. જોકે, કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર છે.

વડોદરા બોટ દુર્ઘટના : માસૂમોના મોત પહેલાના CCTV ફૂટેજ આવ્યા સામે 2 - image

Gujarat