ટ્રકે બાઇકને અડફેટે લેતાં બાઈકચાલકનું કરુણ મોત અક્સ્માત બાદ ટ્રક મૂકીને ચાલક ફરાર
Image Source: Freepik
વડોદરા, તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર
પાદરા તાલુકાના જંબુસર રોડ ઉપર પૂરપાટ ઝડપે જતી એક ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારતા સુરતમાં નાનાવરાછા વિસ્તારમાં ધર્મિષ્ઠાપાર્ક સોસાયટીમાં રહેતા 46 વર્ષના અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણીનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતુ. અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો બનાવ અંગે વડુ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.