બીજા શહેરોની તુલનામાં વડોદરા જીએસટી રિટર્ન ભરવામાં થોડું પાછળ
જે વેપારીઓ વારંવાર ટેક્સ ડિફોલ્ટની પ્રવૃત્તિ કરે છે, તેના બેન્ક એટેચમેન્ટ કરાય છ
વડોદરા,સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા યોજિત શુભેચ્છા મુલાકાત દરમિયાન સ્ટેટ જીએસટી જોઈન્ટ કમિશનર એમ.એ. કાવટકરે જણાવ્યું હતું કે ગુજરાતના બીજા શહેરોની તુલનામાં વડોદરા વિભાગ જીએસટી રિટર્ન ભરવામાં થોડું પાછળ છે.
વેપારીઓને રિટર્ન ભરવાની કામગીરી બીજા શહેરો મુજબ ક તેમ કહેવા તેમણે અનુરોધ કરતા ઉમેર્યું હતું કે એવા વેપારીઓનું બેન્ક એટેચમેન્ટ કરીએ છીએ કે જેઓ દ્વારા વારંવાર ટેક્સ ડિફોલ્ટની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય વેપારીઓ સરળ રીતે તેમનો ધંધો કરી શકે તે મુજબનું કામ સ્ટેટ જીએસટી કરે છે. ચેમ્બરની કુબેરભવન સ્થિત ચેમ્બરરૃમમાં ડેપ્યુટી કમિશનરે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી, તેમ ચેમ્બરના પ્રમુખે જણાવ્યું હતું.