Vadodara : વડોદરા વકીલ મંડળના ચુંટાયેલા કારોબારી સભ્યોની મીટીંગ પ્રમુખ હસમુખ કે.ભટ્ટના અધ્યક્ષ સ્થાને નવા એડવોકેટ હાઉસ, ન્યાય મંદિર કોર્ટ સંકુલ મુકામે બોલાવવામાં આવ્યા હતા. જેમા તમામ કારોબારી સભ્યોએ હાજર રહી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવેલ હતો.
ગુજરાત હાઈકોર્ટના પરીપત્ર નં.સી-2002/2025, તા.22/12/2025ના રોજનુ રજીસ્ટ્રાર જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલા પરીપત્ર બાબતે ચર્ચા વિચારણા કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરીપત્ર નં. સી-2002/2025 જે ફોન્ટસ (લોહીત ગુજરાતી, નોટો સેરીફ ગુજરાતી, નોટો સન્સ ગુજરાતી) ફોન્ટ સાઈઝ-12ને માન્યતા આપેલી છે પરંતુ આ તમામ ગુજરાત ફોન્ટસ સ્થાનિક બારમાં કાર્યરત નથી. જયારે સુલેખ, શ્રુતિ, ગુગલ ઈન્ડીક, ગુગલ ફોનેટીક, સરલ ફોન્ટસથી ગ્રીન (લેઝર) પેપર ઉપર કેસો દાખલ કરવામાં આવે છે. જેનો અમલ તા.01/01/2026થી હાઈકોર્ટના હુકમને સ્થાનિક કોર્ટો દ્વારા અમલમાં મુકેલો છે. હાઈકોર્ટના સરક્યુલરને તાત્કાલીક અમલ કરવો મુશ્કેલ છે, સ્થાનિક બારમાં ચાલતા ફોન્ટસને હાઈકોર્ટ દ્વારા સરક્યુલર બહાર પાડી અમલ કરવા અમારી માંગણી છે. જે વકીલ દ્વારા જુના ફોન્ટસ પ્રમાણે કેસો દાખલ કરવામાં આવે તો તેને હાલમાં કોર્ટ સ્વીકારે તેવી માંગણી કરવામાં આવી છે. હાલમાં હાઈકોર્ટના સરકયુલરનો ડીસ્ટ્રીક કોર્ટનો અમલ કરી ફાઈલીંગ બંધ કરી દીધે છે. તા.2/1/2026થી તા.3/1/2026 સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ઠરાવમાં જણાવેલ ફોન્ટસ (લીપી)નો સમાવેશ કરવામાં આવશે નહી તો અન્યથા નવા ફોન્ટસથી ટ્રેનીગ આપી તેને લાગુ કરવામાં ત્રણ માસનો સમય આપવાની માંગણી કરવામાં આવી છે. જો તે સ્વીકારવામાં નહીં આવે તો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનો સમય વધારવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


